Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

લાખાજીરાજ ઉદ્યોગનગરમાં સાગરના ઘરેથી થોરાળા પોલીસે ૬૦ બોટલ દારૂ પકડયો

પીઆઈ બી.એમ. કાતરીયા, પીએસઆઈ જી.એસ. ગઢવીની ટીમનો દરોડોઃ સાગરની શોધ

રાજકોટ, તા. ૬ :. ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં થોરાળા પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી દારૂની ૬૦ બોટલ કબ્જે કરી હતી.

મળતી વિગત મુજબ લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ૫માં રહેતો સાગર ઘનશ્યામભાઈ કલતારીના દારૂનો જથ્થો હોવાની થોરાળા પોલીસ મથકના કોન્સ. ધર્મેશભાઈ ખાંડેખા તથા રમેશભાઈ માલકીયાને બાતમી મળતા પીઆઈ બી.એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી.એસ. ગઢવી, હેડ કોન્સ. ભુપતભાઈ વાસાણી, આનંદભાઈ પરમાર, શૈલેષભાઈ ભીંસડીયા, નરસંગભાઈ ગઢવી, કનુભાઈ ઘેડ, વિજયભાઈ મેતા, જયદીપભાઈ ધોળકીયા, રાજદીપસિંહ ચૌહાણ, ધર્મેશભાઈ ખાંડેખા, રમેશભાઈ માલકીયા તથા ટ્રાફીક બ્રીગેડ રોહીતભાઈ વાંક સહિતે ઉદ્યોગનગર શેરી નં. ૫માં સાગર કલતારીના મકાનમાં દરોડો પાડી રૂ. ૩૦,૦૦૦ની કિંમતની દારૂની ૬૦ બોટલ કબ્જે કરી સાગર કલતારીની શોધખોળ હાથ ધરી છે.

(3:11 pm IST)