Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ગંજીવાડામાં સંજય ચાવડા સંચાલીત જુગારધામ પર દરોડો : જુગાર રમતા સાત પકડાયા

થોરાળા પોલીસનો દરોડોઃ મકાન માલીક સંજય તથા મહેશ, વિજય, મુકેશ, પટુ, રીનાબેન તથા કૈલાશબેનની ધરપકડ

રાજકોટ, તા., ૬:  થોરાળા સંતોષી ચોક ગંજીવાડા સોસાયટીમાં મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા બે મહિલા સહીત સાત શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ ગંજીવાડા સોસાયટી શેરી નં. ૬પમાં રહેતો સંજય સોમાભાઇ ચાવડા (ઉ.વ.૩ર) પોતાના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી થોરાળા પોલીસ મથકના કોન્સ. જયદીપભાઇ ધોળકીયા અને રમેશભાઇ માલકીયાને મળતા ગંજીવાડા સોસાયટી શેરી નં. ૬પમાં  આવેલા મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા  મકાન માલીક સંજય ચાવડા તથા ગંજીવાડા સોસાયટી શેરી નં. ૪૩ના મહેશ ગોવીંદભાઇ જાડા (ઉ.વ.ર૯)  શેરી નં.૬ના વિજય ગોરધનભાઇ રંગપરા (ઉ.વ.૩૪), શેરી નં. ૩ના મુકેશ પ્રભુદાસભાઇ ગોંડલીયા (ઉ.વ.૩૪) મોરબી સોબેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ મફતીયા પરામાં રહેતા પટુ શાંતીભાઇ કેડવાર (ઉ.વ.રર) રીનાબેન વિનોદભાઇ કડેવાર (ઉ.વ.૩પ) અને ગંજીવાડા સોસાયટીમાં રહેતા કૈલાશબેન સુરેશભાઇ રોજાસરા (ઉ.વ.૩૬)ને પકડી લઇ રૂ. ૧૦,૮૭૦ની રોકડ સહીતની મતા કબ્જે કરી હતી.

(3:09 pm IST)