Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

શ્રાવણીયા જુગારધામ પર પોલીસનો દરોડોઃ પત્તા ટીંચતા ર૯ પકડાયા

ગાંધીગ્રામ પોલીસે બે મકાનમાંથી બાર, કુવાડવા પોલીસે નવ, તાલુકા પોલીસે ત્રણ અને ભકિતનગર પોલીસે પાંચને દબોચ્યા

રાજકોટ તા. ૬ : શહેરના અલગ-અલગ વિસ્તારમાં પાંચ દરોડા પાડી મકાન અને જાહેરમાં જુગાર રમતા ર૯ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી એચ.એલ.રાઠોડ,  વી.કે.દીયોરા, એસઆર.ટંડેલની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.  જેબલીયા, એએસઆઇ ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, સલીમભાઇ મકરાણી, દેવાભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ, રાજેશભાઇ, હિતેન્દ્રસિંહ તથા મૈસુરભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. દેવાભાઇ અને ભાવેશભાઇને મળેલી બાતમીના આધારે જંગલેશ્વર શેરી નં. રમાં આવેલા મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક સંજય પોપટભાઇ ચૌહાણ (ઉ.ર૬), શેરી નં.રના મુસ્તાક હાઇમભાઇ સૈયાદ (ઉ.ર૬) શેરી નં.૪ માંથી હનીફ ઇસાકભાઇ ઠેબા (ઉ.૩૩), મુસ્તાક ગફારભાઇ પીપરવાડીયા (ઉ.ર૭) અને શેરી નં. ૬ માંથી જમાલ વલીભાઇ સમાને પકડી લઇ રૂ.ર૩૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જીવાપરમાંથી નવ પકડાયા

કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે.રાઠોડ તથા રાજેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે અમદાવાદ હાઇવે જીવાપર ગામ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચોટીલાના ખુશીનગર બ્લોક નં.૩૧ના ગભરૂ કાનાભાઇ નાગર (ઉ.૪૩), સરદારનગર મેઇન રોડ દીપ એન્જોય પાસેના કેતનસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.૩૪), ગાંધીગ્રામ અક્ષરનગર શેરી નં. ૪ના ચીરાગ દીલીપભાઇ વ્યાસ, દોઢસો ફુટ રોડ સદ્દગુરૂ પાસ ેબ્લોક નં.૩રના રૂષિરાજ ઓરવીડાભાઇ કોઠારી (ઉ.૪૪), ગોંડલ રોડ રિદ્ધિસિદ્ધિ સોસાયટીના ઉમેશ મોહનભાઇ રૈયાણી (ઉ.૪૦), કુવાડવા રોડ વિન્ડસર વિલા અંગ્લોઝ બ્લોક નં.-ર૬ના મનીષ રામજીભાઇ રાઠોડ (ઉ.૩પ) ગાંધીગ્રામ ભારતીનગર-૪ના કિર્તિબેન હસમુખભાઇ ચલ્લા (ઉ.પપ), કોઠારીયા સોલવન્ટ સીતારામ સોસાયટીના માધવીબેન નિલેશભાઇ કુકડીયા (ઉ.૩૦), દોઢસોફુટ રોડ અવધના ઢાળીયા પાસે આવાસ યોજના કવાર્ટરના લાભુબેન વસંતભાઇ રાઠોડ (ઉ.પ૮) ને પકડી લઇ રૂ.પર૦૦૦ ની રોકડ તથા ૧૧ મોબાઇલ મળી રૂ.૮૮પ૦૦ની  મતા કબ્જે કરી હતી.

જીવંતીકાનગર પાંચ પકડાયા

ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એસ.પટેલ, હેડકોન્સ ખોડુભા, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, દિગ્વીજયસિંહ, ગોપાલભાઇ અને ધનુભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. ખોડુભા અને ગોપાલભાઇ પાટીલને મળેલી બાતમીના આધારે ગાંધીગ્રામ જીવંતીકાનગર શેરી નં.૩માં મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક  ઉપાસનાબેન નીતીનભાઇ મુલીયાણા (ઉ.૩૦), કાલાવડ રોડ વીરસાવદર રોડ આવાસના કવાર્ટરના જીજ્ઞેશ ગીરીશભાઇ રાઠોડ (ઉ.ર૬) ફાલ્ગુનીબેન જીજ્ઞેશભાઇ રાઠોડ (ઉ.ર૬), ધરમનગર કવાર્ટર નં. ૪૦૭ ના લલીતાબેન નાનુભાઇ પરમાર (ઉ.૬૦) અને પીપાવાવ પોર્ટ કસ્ટમ કવાર્ટર તા. રાજુલાના રાખી નીલેશભાઇ પરમાર (ઉ.૪૧)ને પકડી લઇ રૂ.૯૪૧૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં એએસઆઇ પી.એન.પરમાર તથા અર્જુનભાઇ સહિતે ગાંધીગ્રામ શેરી નં.૧૧માં રહેતા દીપેશ પ્રમોદભાઇ પંડયા (ઉ.૪ર) ના મકાનમાં દરોડો પાડી મકાન માલીક દીપેશ તથા પારૂલબેન રમણીકભાઇ પંડયા (ઉ.૪૦), કાજલબેન સુનીલભાઇ પંડયા (ઉ.૩પ), નીતાબેન સુનીલભાઇ પરધડા (ઉ.ર૭) પ્રભાબેન રમેશભાઇ કલોલા (ઉ.૬પ) મયુર વિજયભાઇ ચૌહાણ (ઉ.ર૩) અને મીલન પ્રફુલભાઇ પરમાર (ઉ.ર૧) ને પકડી લઇ રૂ. ૬ર૦૦ ની મતા કબ્જે કરી હતી.

વિશ્વકર્મા સોસાયટી પાસેથી ત્રણ ઝડપાયા

તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એનકી ડામોર તથા નરેન્દ્રસિંહ જાડેજા સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે દોઢસોફુટ રોડ પર પુનીતનગર પાસે વિશ્વકર્મા સોસાયટી શેરી નં. ૧૮ માં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા વૃંદાવન સોસાયટી શેરી નં.૪ના રોહીત ઉર્ફે રાજુ બચુભાઇ ચાવડા (ઉ.૪૪), પુનીતનગર શેરી નં.૭ ના લાલાગીરી નારદગીરી ગૌસ્વામી (ઉ.૩૩) અને દીપક બાલાભાઇ ચૌહાણ (ઉ.૪૯) ને પકડી લઇ રૃા.૧૧૦૧૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.(૬.૨૧)

(5:06 pm IST)