Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

આંતરરાજયમાં કાસ્ટીંગના પાઇપની ચોરી કરતી હરિયાણાની ૧પ સભ્યોની ગેંગને ઝડપી લેતી રૂરલ ક્રાઇમ બ્રાંચ

ઉપલેટા બાદ પાટણવાવ પાસે ચોરી કરવા આવ્યા અને રૂરલ પોલીસે ઝડપી લીધા : રેન્જ આઇજી સંદીપસિંહ તથા એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.આઇ. એમ.એમ. રાણાની ટીમને સફળતા

રાજકોટ, તા.૬ : રાજકોટ રેન્જના ડીઆઇજી સંદીપસિંહ તથા રૂરલ એસપી બલરામ મીણાએ વણશોધાયેલ મિલ્કત વિરૂદ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સૂચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ. શ્રી એમ.એન.રાણાના માગૃદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂદ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં તે દરમ્યાન મળેલ પો. હેડ કોન્સ. રવિદેભાઇ

બારડ, પો.કોન્સ. દિવ્યેશભાઇ સુવા, નીલેશભાઇ ડાંગર, ભાવેશભાઇ મકવાણાને ચોકકસ બાતમી મળતા ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામ પાસે, રાજકોટ-પોરબંદર નેશનલ હાઇ-વે રોડ ઉપરથી પંદર ઇસમોને ધાડ પાડવાની તૈયારી કરતા ઘાતક હથીયારો તથા મોબાઇલ ફોન તથા ત્રણ ટ્રક વાહનો સાથે ૧પ શખ્સોને પકડી લીધા હતાં.

અકલાખ એહમદ સન.ઓ. હકમદીન ખાન રહે. ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે તા.જી. નુહા(મેવાત) હરીયાણા, શાહુદભાઇ સમસુરભાઇ ખાન રહે. ઘાટા તા. ફીરોજપુર જી. નુહુ રાજય હરીયાણા, જુબેર મહમદ મંગલ મેવા રહે. બોબલડી તા. ગુન્હાના જી. નુહ રાજય હરીયાણા, મહમદ ઇકરામ મહમદ શહીદ રહે. ઉંટાવડ, તા. હાતીમ જી. પલવલ રાજય હરીયાણા, હાકમ ઇશહાર મેવ રહે. બેહરવાડા તા. પુનહાના જી. ગુડ્ડુ રાજય હરિયાણા, કુરશીદ મંગલખાન રહે. બેહરવાડા તા. પુનહાના જી. ગુડ્ડુ રાજય હરીયાણા, સલીમખાન બશીરખાન રહે. બેહરવાડા તા. પુનહાના જી. ગુડ્ડુ રાજય હરીયાણા, મહમદ આરીફ જોરમલખાન રહે. બુબલેડી તા. કુન્હાના જી. નુહુ રાજય હરીયાણા, રાહુલખાન સુબેદીનખાન રહે. ખોયરીકરા તા. તીજારા જી. અલવર રાજય રાજસ્થાન, ઇરશાદ સ.ઓ. મહમદ અસરૂદીન જાનીખાન રહે.  ખોલરીકલા તા. તીજારા થાના ટપગુડા જી. અલવર રાજસ્થાન, મકસુદ સ.ઓ. ઇન્શાર જાની ખાન રહે. ખોલરીકલા તા. તીજારા જી. અલવર રાજસ્થાન, મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદીન જાનીખાન રહે. ખોહરીકલા તા. તીજારા થાના ટપગુડા જી. અલવર રાજસ્થાન, અમજદ સ/ઓ હારૂનભાઇ હસનુખાન રહે. ઉન્ટકા નાની મસ્જીદ પાસે, તા. નુહુ, જી.મેવાત થાના નુહુ (હરીયાણા) , ઇસ્લામ ઉર્ફે મગરૂદીન શેરૂ સુલન ખાન રહે. ઘાટા સમસાબાદ ગામ તા. ફીરોજપુર જી. નુહુ મેવાત (હરીયાણા) જાહીર સ/ઓ જફર ચાંદમન રહે. સતલાકા ગામ તા. સહોના થાના લીંબડી ચોકી જી. ગુડગાવ હરીયાણા સમાવેશ થાય છે. પોલીસે ઘાતક હથિયારો જેમાં બે છરી તથા બે દાંતરડા તથા એક સુયો તથા એક આંકડીયો તથા એક લોખંડનો કાતો તથા બે લોખંડના સળીયા તથા એક લોખંડનું લાગીયુ તથા ત્રણ લોખંડના પાઇપ તથા અણીદાર પથ્થર ભરેલ બે થેલી મોબાઇલ ફોન નંગ-૯, ત્રણ ટ્રક કિ.રૂ. ૪પ,૦૦,૦૦૦/ મળી કુલ કિ.રૂ. ૪પ,૩૩,૧૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

એમ. ઓ.

આ કામના આરોપી તૈયબખાન મંગલખાન રહે. બુબલ્હેરી તા. નુહ (મેવાત) હરીયાણા વાળાએ અલગ અલગ રાજયમાં રેકી કરેલ જગ્યાઓએથી ખાલી ટ્રકો લઇ જઇ તેમાં કાસ્ટીંગના પાઇપની ચોરી કરી ભરી લઇ જઇ તેમજ આ ચોરી દરમ્યાન કોઇ વ્યકિત દ્વારા પ્રતિકાર કરવામાં આવે તો તેના ઉપર હૂમલો કરી તેને પણ લૂંટી લેવાની ટેવવાળા છે. તથા આ ચોરીના પાઇપ ભરેલ ટ્રકોને દિલ્હી નજીક બોર્ડર પર દિલ્હી ટોલ પાસે મુંઢકા પાસે આરોપી તેયબખાન મંગલખાનના અન્ય ડ્રાઇવર મારફતે દિલ્હી તરફ મોકલાવે છે.

 આરોપી તૈયબખાન મંગલખાન રહે. બુબલ્હેરી તા.નુહ (મેવાત) હરીયાણા વાળા તથા ઇરસાદખાન મહમદઅસરૂદિન જાની ખાન રહે. ખોહરીકલા તા. તીજારા થાના ટપગુડા જી. અલવર રાજસ્થાન વાળા વિરૂધ્ધ મધ્ય પ્રદેશના સીવની પો. સ્ટે. માં ગુ. ર. નં. ૬ર૦/ર૦૧૯ આઇ. પી. સી. કલમ ૩૭૯ મુજબ ગુન્હો દાખલ થયેલછે.

 આજથી આશરે દોઢ વર્ષ પહેલા તૈયબખાન મંગલખાન રહે. બુબલ્હેરી તા.નુહ મેવાત તથા ઇરફાન તોતળો રહે. હરીયાણા તથા મુસ્તુફા સા.ઓ. મહમદઅસરૂદીન જાનીખાન રહે. ખોહરીકલા તા. તીજારા થાના ટપગુડા જી. અલવર રાજસ્થાન તથા મહમદ ઇકરામ મહમદ શહીદ રહે. ઉટાવડ તા. હાતીમ જી. પલવલ રાજય હરીયાણા તથા અનવર હકમદીન ખાન રહે. ગામ -ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે તા. જી.નુહ (મેવાત) હરીયાણા તથા યુ. પી. ના આઠ માણસો એમ બધાએ રાજસ્થાન રાજયના ઝાલાવડ કોતવાલી ઝાલાવડ, તળાવ પાસેથી આશરે ર૦ કાસ્ટીંગના પાઇપોની ચોરી કરેલની કબુલાત કરેલ છે. (રાજસ્થાન રાજયના ઝાલાવડ જીલ્લા કોતવાલી ઝાલાવડ પો. સ્ટે. ગુ. ર. નંબર ૯૮/ર૦૧૯ ઇ. પી. કો. કલમ-૩૭૯.

 ર૦૧૯ વર્ષના નવેમ્બર મહીનામાં અકલાખ એહમદ સા.ઓ. હકમદીન રહે. ગામ -ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા. જી. નુહ (મેવાત) હરીયાણા તથા મહમદ ઇકરામ મહમદ શહીદ જાતે મુસ્લીમ રહે. ઉટાવડ તા. હાતીમ જી. પલવલ રાજય હરીયાણવાળો તથા મુસ્તુફા સ. ઓ.મહમદઅસરૂદીન જાનીખાન જાતે. મુસ્લીમ રહે. ખોહરીકલા તા. તીજારા થાના ટપગુડા જી. અલવર રાજસ્થાન તથા તૈયબખાન મંગલખાનરહે. બુબલ્હેરી તા.નુહ મેવાત તથા આશરે દસેક માણસો યુ. પી.ના હતા એમ તેઓ બધા મહારાષ્ટ્રના વીટા વિસ્તારમાંથી આશરે ૧ર૦ જેટલા કાસ્ટીંગના પાઇપોની ચોરી કરી ટ્રકોમાં ભરી લઇ ગયેલની કબુલાત કરેલ. છે. (મહારાષ્ટ્ર રાજયના સાંગલી જીલ્લા વીટા પો. સ્ટે. ગુ. ર. નંબર ૪પ૪/ર૦૧૯ ઇ. પી. કો. કલમ ૩૭૯)

 ર૦૧૯ વર્ષના નવેમ્બર મહીનામાં અકલાખ એહમદ સા. ઓ. હકમદીન રહે. ગામ -ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા. જી. નુહ (મેવાત) હરીયાણા તથા તૈયબખાન મંગલખાન રહે. બુબલ્હેરી તા.નુહ. મેવાત તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદીન જાની ખાન જાતે. મુસ્લીમ રહે. ખોહરીકલા તા. તીજારા થાના ટપગુડા જી. અલવર રાજસ્થાન  તથા મહમદ ઇકરામ મહમદ શહીદ રહે. ઉંટાવડ તા. તીજારા જી. અલવર રાજય રાજસ્થાન તથા કુરશીદ તથા ઉત્તર પ્રદેશના બારેક માણસો તેઓ બધા બે ટ્રકો લઇને રાજસ્થાનના ઝાલાવડ જીલ્લાના કોટા રોડ પરથી કાસ્ટીંગના આશરે રપ૦ પાઇપની ચોરી કરેલની કબુલાત કરેલ છે. (રાજસ્થાન રાજયના ઝાલાવડ જીલ્લા કોતવાલી ઝાલાવડ પો. સ્ટે. ગુ. ર. નંબર ૭૭ર/ર૦૧૯ ઇ. પી. કો. કલમ-૩૭૯)

 માહે જુલાઇ ર૦ર૦ના મહિનામાં આજથી આશરે વીસ પચીસેક દિવસ પહેલા અકલાખ એહમદ સ.ઓ. હકમીન રહે. ગામ -ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા. જી. નુહ (મેવાત) હરીયાણા તથા તૈયબખાન મંગલખાન રહે. બુબલ્હેરી તા.નુહ મેવાત તથા મહમદ ઇકરામ મહમદ શહીદ રહે. ઉંટાવડ તા.હાતીમ જી. પલવલ રાજય હરીયાણા તથા સાકીરખાન રહે. ઘાંટા ફિરોજપુર મેવાત તથા રાહુલખાન રહે. ઘાટા તા. ફીરોજપુર મેવાત હરીયાણા તથા શાહરૂખ, તથા મુલી રહે. ઘાંટા મેવાત તથા મુસ્તુફા સ.ઓ. મહમદસરૂદીન જાનીખાન રહે. ખોહરીકલા તા. તીજારા થાના ટપગુડા જી. અલવર રાજસ્થાન તથા કુરશીદ મંગલખાન રહે. બેહરવાડા તા. પુનહાના જી. ગુડ્ડ રાજય હરિયાણા, તથા જુબેર ખાન રહે. બુબલ્હેરી પુંહાના નુહ મેવાત તથા જાહીર સ.ઓ. જફર ચાંદમનખાન જાતે મુસ્લિમ રહે. સતલાકા ગામ તા. સહોના થાના લીંબડ ચોક જી. ગુડગાવ હરીયાણા, તથા શહુદભાઇ સમસુરભાઇ ખાન રહે. ઘાટા તા. ફીરોજપુર જી. નુહી રાજય હરીયાણા વાળાઓએ બે ટ્રકોમાં  ગુજરાતના રાજકોટ જીલ્લાના ઉપલેટા પાસે રોડ ઉપર આવી આશરે ૧૯૦ જેટલા પાઇપ ભરી ચોરી કરેલની કબુલાત કરેલ છે. (ઉપલેટા પો.સ્ટે. ગુ.ર.નંબર-ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૩૭૯)ે પંદરેક દિવસ પહેલા અકલાખએમહદ સ.ઓ.હકમદીન રહે. ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ (મેવાત) હરીયાણા તથા રીઝવાન દિનુ ખાન રહે.બીબીપુર નુહ મેવાત હરીયાણા તથા તૈયબ  ખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત તથા મુસ્તીમ અહેમદ ઉર્ફે કાલા રફીક અહેમદ રહે.બીબીપુર,  મેવાત હરીયાણા તથા રાહુલ ખાન સુબેદીન ખાન રહે.ખોહરીકલા, તા.તીજારા, જી.અલવર, મેવાત રાજસ્થાન  તથા સાકીરખાન રહે.દ્યાંટા ફિરોજપુર મેવાત તથા રાહુલખાન રહે.ઘાટા તા.ફીરોજપુર મેવાત હરીયાણા તથા  મુલી રહે.ઘાંટા મેવાત તથા કુરશીદ મંગલખાન રહે. બેહરવાડા તા.પુનહાના જી.ગુકુ રાજય હરિયાણા, તથા  જુબેર ખાન રહે.બુબલ્હેરી પુંહાના નુહ મેવાત તથા શહુદભાઈ સમસુરભાઈ ખાન રહે. ધાટા તા. ફીરોજપુર જી. નુહી  રાજય હરીયાણા તથા અનવર હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ (મેવાત)  હરીયાણા વાળાઓ ત્રણ ટ્રક લઇ ગુજરાતના રાજકોટ જીલ્લાના ઉપલેટા પાસે રોડ ઉપર આવી આશરે ૨૫૦  જેટલા પાઇપની ચોરી કરેલની કબુલાત આપેલ છે. 

૨૦૧૯ વર્ષના નવેમ્બર મહીનામાં રાજસ્થાન રાજયના ચીતોડગઢ કપાસણ રોડ ખાતેથી અકલાખએહમદ સ.ઓ.  હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ ર્ં (મેવાત) હરીયાણા તથા તૈયબખાન  મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત (હરીયાણા) તથા મહમદ ઈકરામ, તથા મોહમદ ઈમરાન ખાન  રહે.ઉંટવડ તા.હતીન જી.મેવાત, તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન જાતે.મુસ્લીમ  રહે.ખોહરીકલા તા.તીજારા થાના ટપગુડા જી.અલવર રાજસ્થાન તથા યુ.પી.રાજયના અજાણ્યા દશેક માણસોએ  આશરે ૧૨૦ જેટલા કાસ્ટીંગના કાસ્ટીંગના પાઈપોની ચોરી કરેલની કબુલાત કરેલ છે.   

 ૨૦૧૯ વર્ષના નવેમ્બર મહીનામાં રાજસ્થાન રાજયના કીશનગઢ જયપુર રોડ ચીતોડગઢ કપાસણ રોડ ખાતેથી  અકલાખએહમદ સરહમો. હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ (મેવાત) હરીયાણા  તથા તૈયબખાન- મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત (હરીયાણા) તથા મહમદ ઈકરામ, તથા મોહમદ  ઈમરાન ખાન રહે.ઉંટાવડ તા.હતીન જી.મેવાત, તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન જાતે.મુસ્લીમ  રહે.ખોહરીકલા તા.તીજારા થાના ટપગુડા જી.અલવર રાજસ્થાન તથા યુ.પી.રાજયના અજાણ્યા દશેક માણસોએ  આશરે ૧૨૦ જેટલા કાસ્ટીંગના પાઈપોની ચોરી કરેલની કબુલાત આપેલ છે.  

 ૨૦૧૯ વર્ષના નવેમ્બર મહીનામાં અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે.ગામ-ઉંટકા. પોખર પાસે, મસ્જીદ પાસે,  તા.જી.નુહ (મેવાત) હરીયાણા તથા મહમદ ઈકરામ મહમદ શહીદ જાતે મુસ્લીમ રહે. ઉટાવડ તા. હાતીમ જી.  પલવલ રાજય હરીયાણા તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન જાતે.મુસ્લીમ રહે.ખોહરીકલા  તા.તીજાસ થાના ટપગુડા જી.અલવર રાજસ્થાન તથા તૈયબ ખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત  તથા અનવર ખાન હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે તા.જી.નુહ(મેવાત) હરીયાણા તથા  કુરશીદ મંગલખાન રહે.બેહરવાડા તા.પુન્હાના જી.ગુ઼ુ હરીયાણા તથા યુ.પી.નો રાહીલ તથા સલમાન તથા  કાસીમ, તથા આસીફ, તથા રાજુ તથા બકરો એમ બધા બે ટ્રક લઇને રાજસ્થાનમાં બાંસવાડામાં રોડ પરથી  પાઈપ ચોરવા માટે ગયેલ ત્યાં પાઈપ ભરવા જતા ત્યાંના ગામના અમુક લોકો ભેગા થયેલ જેથી તેઓએ  ટ્રકમાં રહેલ લોખંડના પાઇપ, છરી, સળીયા વિગરે હથિયારોથી તેઓનો સામનો કરવા જતા ગામ લોકો વધારે  માણસો ભેગા થઇ ગયેલ અને તેઓ ઉપર પથ્થરમારો કરતા તેઓ ત્યાંથી ટ્રક લઇ ભાગી ગયેલની કબુલાત  કરેલ છે.   

આજથી આશરે દશેક મહિના પહેલા અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ  પાસે, તા.જી.નુહ (મેવાત) હરીયાણા તથા તૈયબ ખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત તથા મુસ્તુફા  સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન રહે.ખોહરીકલા તા.તીજારા તથા અનવરખાન હકમદીન રહે.ગામ-ઉંટકા,  પોખર પાસે, મસ્જીદ પાસે તા.જી.નુહ (મેવાત) હરીયાણા તથા યુ.પી.નો સલમાન, કાસીમ, આસીફ, બકરો,  ઈરફાન એમ બધા ટ્રક લઇ રાજસ્થાન રાજયના જયપુર, દુદુ પાસે રોડ પરથી આશરે ૪૫ કાસ્ટીંગના પાઈપ  ની ચોરી કરેલ ની કબુલાત કરેલ છે.  

 આજથી આશરે દશેક મહિના પહેલા અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે.ગામ-ઉટકા, પોખર પાસે, મસ્જીદ  પાસે, તા.જી.નુહ (મેવાત) હરીયાણા તથા તૈયબ ખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત તથા મુસ્તુફા  સ.ઓ. મહમદઅસરૂદેન જાની ખાન ડ્રાયવીંગ રહે.ખોહરીકલા તા.તીજારા તથા અનવરખાન હકમદીન  રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે તા.જી.નુહ(મેવાત) હરીયાણા તથા યુ.પીના સલમાન, કાસીમ, આસીફ, બકરો, ઇરફાન એ રાજસ્થાન રાજયના જયપુરથી ટોલનાકા પાસે બાડગાવ કીશનગઢ રોડ પરથી આશરે ૪પ કાસ્ટીંગના પાઇપોની ચોરી કરેલની  કબુલાત કરેલ છે.

ગઇ તા.૧/૭/ર૦ર૦ ના રોજ અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે. ગામ-ઉંટકા, પોખર પાસે મસ્જીદ પાસે, તાી.જ.નુહ (મેવાતા) હરીયાણા તથા તૈયબ ખાન મંગલખાન રહે. બુબલ્હેરી તા.નુહ મેવાત તથા ડ્રાયવર મન્ની તથા રીઝવાન દિનુ ખાન રહે બીબીપુર નુહ મેવાત તથા મહમદ ઇકરામ મહમદ શહીદ જાતે મુસ્લીમ રહે. ઉટાવડ તા.હાતીમ જી.પલવલ રાજય હરીયાણા તથા સહીદ રહે .ઉંટાવડ હતીન જી.પાલવલ તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅ સરૂદિન જાની ખાન તથા ઝહીરખાન રહે. સતલા નુહ મેવાત તથા રાહુલખાન સુબેદીનાખાન જાતે મુસ્લીમ રહે. ખોહરીકલા તા. તીજારા જી.અલવર રાજય રાજસ્થાન તથા રાહુલ ઘાટા વાળો તથા સાકીરખાન રહે. ઘાટા ફિરોજપુર મેવાત તથા કુરશીદ મંગલખાન જાતે મુસ્લીમ રહે. બેહરવાડા તા.પુનહાના જી.ગુડુ રાજય હરિયાણા તથા હકમુદ્દીન ખાન રહે. ઉજીના નુહ મેવાત તથા જુબેર ખાન રહે. બુબલ્ફેરી પુંહાના નુહ મેવાત તથા બીજા માણસોએ કર્ણાટક રાજયના ચીત્રાદુર્ગા તાલુકા ચલાકેરે રોડ પરથી આશરે ૧૦૦ જેટલા પાઇપ તથા કર્ણાટક રાજયના ચીત્રાદુર્ગામાં ચિકોડી પાસેથી પણ આશરે ર૦-૩૦ પાઇપો ચોરી કરી બે ટ્રકમાં ભરી લઇ ગયેલની કબુલાત આપેલ છે.

 ચારેક મહીના પહેલા અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે. ગામ ઉંટકા, પોખર પાસે,મસ્જીદ પાસે તા.જી.નુહ (મેવાતા), હરીયાણા તથા તૈયબ ખાન મંગલખાન તથા ઇકરામ તથા મુસ્તુફા તથા મુસ્તકીમ ઉર્ફે કાલા તથા સાકીર કુરશીદ તથા જુબેર તથા જુબેરનો સાળો તથા રીઝવાન એમ બધાએ કર્ણાટકમાં ઓલમીટીમાંથી બાયપાસ રોડ પરથી આશરે ૭૦ જેટલા પાઇપની ચોરી કરેલની કબુલાત કરેલ છે.

 ચારેક મહિના પહેલા તૈયબખાન મંગલખાન તથા મહમદ ઇકરામ રહે. ઉંટાવડ તથા યુપી.ના ૬ માણસો તથા કુરશીદ તથા ઇમરાન તથા જુબેર તથા ઇરફાન તથા મહમદ ઇકરામ રહે.ઉટાવડ તથા યુપીના ૬ માણસો તથા કુરશીદ તથા ઇમરાન તથા જુબેર તથા ઇરફાન તથા મુસ્તુફા વાળાઓએ કર્ણાટક હોસપેટમાં બાયપાસ રોડ પરથી આશરે ૭૦ જેટલા કાસ્ટીંગના પાઇપોની ચોરી કરેલની કબુલાત કરેલ છે.

ત્રણ મહિના પહેલા અકલાએેહમદ સ.ઓ. હકમદીન રહે. ગામ-ઉંટકા, પોખર પાસે મસ્જીદ પાસે તા.જી.નુહ (મેવાત) હરીયાણા તથા અનવર તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદીન જાની ખાન તથા મહમદ ઇકરામ મહમદ શહીર જાતે મુસ્લીમ ઉ.રહે. ઉટાવડ તા.હાતીમ જી.પલવલ રાજય હરીયાણા તથા ઇરફાન તથા મારા મામા તૈયાબ ખાન મંગલખાન રહે .બુબલ્હેરી તા.નુહ મેવાત તથા યુ.પી.ના માણસો આસીફ, કાસીમ, સલમાન, રાજુ, બકરો એમ બધાએ હરીયાણા રાજયના જાજરમાં પાણીના ટાંકા પાસેથી આશરે ૭૦ કાસ્ટીગના પાઇપોની ચોરી કરેલની કબુલાત આપી હતી.

કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. એમ.એન.રાણા તથા પો.સબ ઇન્સ. એચ.એમ.રાણા તથા એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા તથા હેડ કોન્સ. મહીપાલસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, અનીલભાઇ ગુજરાતી, બ્રિજરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, શકિતસિંહ જાડેજા, સંજયભાઇ પરમાર, મહેશભાઇ જાની, અમીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. નારણભાઇ પંપાણીયા, દિવ્યેશભાઇ સુવા, મયુરસિંહ જાડેજા, કૌશીકભાઇ જોષી, નીલેશભાઇ ડાંગર, મેહુલભાઇ,સોનરાજ, ભાવેશભાઇ મકવાણા, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, રસીકભાઇ જમોડ, અમુભાઇ વિરડા, અનીરૂધસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ દવે, જયપાલસિંહ ઝાલા વિગેર ેસ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.(૬.૩૨)   

(5:00 pm IST)