Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

પાવન રેસીડેન્સી વિસ્તાર પેવીંગ બ્લોકથી મઢાશેઃ કોંગી કોર્પોરેટરના પ્રયત્ન સફળ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નંબર-૪ માં આવેલ પાવન રેસીડેન્સી સોસાયટીમાં જન ભાગીદારી યોજના હેઠળ પેવિંગ બ્લોકનું કામ કોર્પોરેટર રેખાબેન ઠાકરશીભાઇ ગજેરા તથા સીમ્મીબેન એ. જાદવની સંયુકત ગ્રાન્ટમાંથી મંજુર કરાવેલ. જેનું આજ રોજ ખાતમુહુર્ત કરવામાં આવેલ છે. આ પ્રસંગે રેખાબેન ટી.ગજેરા, સીમ્મીબેન એ. જાદવ, ઠાકરશીભાઇ ગજેરા, અનીલભાઇ જાદવ, અલ્પેશભાઇ ટોપીયા, રીટાબેન વડેચા (મહિલા પ્રમુખ), આશીષભાઇ વાઢેર, સંજયભાઇ વડેચા, ભવ્યભાઇ પટેલ, સંદિપભાઇ મહેતા, ભરતભાઇ સંઘાણી, પરેશભાઇ પરમાર, ભાવેશભાઇ સોલંકી, નરેશભાઇ ભંડેરી તથા હસમુખભાઇ હાપલીયા તેમજ નિલેશભાઇ સંઘાણી સહિતના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(4:40 pm IST)