Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કોંગ્રેસના નેતાઓના ધરણા એટલે માત્ર ધતિંગ

કોરોનાના દર્દીઓના નામ જાહેર કરવાના નામે ચલાવાતુ રાજકારણ બંધ કરો : મહામારીના સમયમાં મદદરૂપ થવાના બદલે લોકોની મુશ્કેલી વધારી રહી છે કોંગ્રેસ, સેવાના બદલે તમાશો ના કરોઃ ભંડેરી-ભારદ્વાજ

રાજકોટઃ તા.૬, રાજકોટ મનપાનાં વિરોધ પક્ષના નેતા, દંડક સહિતનાં નેતાઓએ કોરોના પોઝિટિવ દર્દીના નામ જાહેર કરવા જે દ્યરણા કર્યા હતા તેને ધરણાની જગ્યાએ ધતિંગ ગણાવી ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીનાં નામ ગુપ્ત રાખવા અંગે મુંબઈ હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ સમક્ષ સુનાવણી થઈ ચૂકી છે. પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીના નામ જાહેર કરવાની જરૂર નથી. ઉલટુ સામાજિક બહિષ્કાર વગેરેને લીધે સંબંધિત વ્યકિતને ત્રાસ થઈ શકે છે. કોંગ્રેસ કોરોના મુદ્દે રાજકાણ રમી મહામારીનાં સમયમાં માણસોને મદદરૂપ થવાની જગ્યાએ તેમની મુશ્કેલીઓ વધારી રહી છે.

  કોરોનાકાળમાં કોંગ્રેસનાં નેતાઓ જે પ્રકારે ધતિંગ કરી રહ્યાં છે તેમાં પ્રજાહિત નથી, સ્વસ્વાર્થે કોંગ્રેસ પ્રજાનું અહિત કરવા અવારનવાર આવા અશોભનીય ત્રાગા કર્યા કરે છે. કોંગ્રેસી નેતાઓએ ધરણા કરવાની જગ્યાએ તન, મન, ધનથી કોરોના પીડિત દર્દીઓની સેવામાં જોડાઈ જવું જોઈએ. ગુજરાત ભાજપની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો એ પહેલાથી માત્રને માત્ર પ્રજાહિતમાં સેવાકાર્યો કર્યા છે તો કોંગ્રેસે આવેદનો આપવા અને આંદોલનો કરવા સિવાય કશું જ કર્યું નથી. કોંગ્રેસે જો ખરેખર પ્રજાનું ભલું જ કરવું હોય તો માસ્ક વિતરણ કરવું જોઈએ, રોગપ્રતિકારક શકિત વધારતી આયુર્વેદિક - હોમિયોપેથી દવા તેમજ ઉકાળા વહેચવા જોઈએ, હોમ આઈસોલેટ લોકોની સેવા અને કોરોના પીડિત દર્દીઓને સહાયતા કરવી જોઈએ, રકતદાન કેમ્પ યોજવા જોઈએ વગેરે.. વગેરે.. દ્યણું થઈ શકે છે જે કોરોનાકાળનાં પ્રથમ દિવસથી લઈ આજ સુધી ભાજપ સરકાર કરતી જ આવી છે.

 કોરોનાગ્રસ્ત દર્દીઓનાં નામ જાહેર કરવા મુદ્દે શ્રી ભંડેરી અને શ્રી ભારદ્વાજે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કેન્દ્ર-રાજય સરકારની ગાઈડલાઈન્સ મુજબ ચાલે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન નિયમ નેવે મૂકી કોરોનાગ્રસ્ત દર્દીઓનાં નામ જાહેર ન કરી શકે અને કોરોનાનાં દર્દીઓનાં નામ જાહેર ન થાય તેવું ન્યાયતંત્ર પણ માને છે. હાલ કોંગ્રેસે કોરોનાગ્રસ્ત દર્દીઓનાં નામ જાણવાની જગ્યાએ કોવિદ સેન્ટરમાં જઈ કોરોનાનાં દર્દીઓની સેવા અને સહાયતા કરવી જોઈએ. એને જરૂરી-જોઈતી સુવિધા પૂરી પડવાના કાર્યો કરવા જોઈએ. પણ આદતવશ થઈને પક્ષની પરંપરાગત નીતિ મુજબ કોંગ્રેસ હવનમાં હાડકા નાખવાનું કૃત્ય કરી રહી છે જે ગેરવાજબી છે. રોડ પર તમાશાઓ અને તાયફાઓ કરવાની બદલે કોંગ્રેસે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જઈ જનસેવામાં જોતરાઈ જવું જોઈએ. 

  શું એકપણ કોંગ્રેસનાં નેતાએ કોરોના પીડિત દર્દીઓની ખબર લીધી છે? કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કોવિદ સેન્ટર માટે જગ્યા ફાળવી છે? વિપક્ષ પણ પ્રજાને મદદરૂપ થઈ શકે,  શું વિપક્ષે સમગ્ર કોરોનાકાળમાં ધતિંગો, નાટકો, આંદોલન, આવેદનો સિવાય એકપણ પ્રજાલક્ષી કાર્ય કર્યું છે. અને હવે કોંગ્રેસ કોરોનાગ્રસ્ત દર્દીઓનાં નામ જાહેર કરવાની માંગણી કયાં મોઢે કરે છે. દિશાવિહીન બની ગયેલી કોંગ્રેસ, સત્ત્।ા માટે બેબાકળા બનેલા કોંગ્રેસી નેતાઓ એટલી નીચલી હદ્દ સુધી આવી ગયા છે કે તેમને કોરોનાનાં દર્દીઓનાં નામે પણ રાજકરણ રમી લેવું છે પણ સામાન્ય દિવસોથી લઈ મહામારીનાં સમયમાં શાણી-સમજુ જનતાએ ભાજપ-કોંગ્રેસ વચ્ચે નીર-ક્ષિર ભેદ પારખી લીધો છે એટલે હવે કોંગ્રેસનાં આવા ધરણાનાં નામે કરવામાં આવતા ધતિંગોની અસર કોઈને નહીં થાય એવું યાદીના અંતમાં જણાવ્યું હતું.

(4:36 pm IST)