Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

સોરઠિયા વાડી વિસ્તારના બગીચાના બાલ ક્રિડાંગણનો કચ્ચરઘાણઃ વૃક્ષો જમીન દોસ્ત

રાજકોટઃ શહેરમાં ગઇકાલે ગઇરાત્રે ૮ વાગ્યે તોફાની પવન અને વરસાદ સાથે મીની વાવાઝોડું અચાનક ત્રાટકયું હતું. જેને સતત ૩૦ મીનીટ સુધી શહેરને ધમરોળ્યું હતું. જેના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો, વિજ થાંભલાઓ જમીન દોસ્ત થયા હતા. જયારે સોરઠિયાવાડી વિસ્તારમાં આવેલ બાગ-બગીચામાં વૃક્ષો તુટતાં બાલ ક્રિડાંગણ સાધનોનો કચ્ચણ ઘાણ થવા પામ્યો હતો.તે વખતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:30 pm IST)