Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

મોબાઇલમાં ગેમ રમવામાં મશગુલ શૈલેષ ત્રીજા માળેથી પટકાતાં ઘવાયો

બાલાજી હોલ પાછળ અર્જુન પાર્ક પાસેના કવાર્ટરમાં બનાવ

રાજકોટ તા. ૬: દોઢસો ફુટ રીંગ રોડ બાલાજી હોલ પાછળ અર્જુન પાર્ક પાસે કવાર્ટરમાં રહેતો શૈલેષ બાબુભાઇ વાઘેલા  (ઉ.વ.૨૨) નામનો ભીલ યુવાન કવાર્ટરના ત્રીજા માળેથી પડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી. શૈલેષ છુટક મજૂરી કરે છે. તેના કહેવા મુજબ કવાર્ટરની ગેલેરીમાં મોબાઇલ ફોનમાં ગેમ રમતો હતો ત્યારે બેધ્યાન થઇ જતાં અકસ્માતે નીચે પડી ગયો હતો.

(4:21 pm IST)