Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

મંજુરી નથી છતાં ૧૬ સ્પા ચાલુ હતા : પોલીસે ૧૯ ને પકડયા : જાહેરનામા ભંગમાં ૭૪ પકડાયા

કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાંથી બિનજરૂરી ઘરની બહાર નીકળનારા અને દુકાનોની બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરનારા વેપારીઓ પણ ઝપટે ચડ્યા

રાજકોટ, તા. ૬ કોરોના વધુ વકરી રહ્યો છે. શહેરમાં ચિંતા વધી રહી છે. અનલોક-૩ લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે અલગ-અલગ વિસ્તારમાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવી રહી છે. છતાં કેટલાક લોકો જાગૃત થવા તૈયાર થતા નથી. જેમાં પોલીસે અલગ અલગ વિસ્તારના કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાંૈ બીનજરૂરી ઘરની બહાર નીકળનારા તેમજ રાતે સ્પા ચાલુ રાખી જાહેરનામાનો ભંગ કરનારા સંચાલકો અને કર્મચારીઓ સહિત ૧૪ લોકોને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.

એ-ડીવીઝન પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન દિવાનપરા-૬માં શકિત એપાર્ટમેન્ટ પાસેથી વિનોદ બાબુભાઇ પારેખ, હર્ષ વિનોદભાઇ પરિખ તથા કિશાનપરા ચોક પાસે બી.કે. કોમ્પ્લેક્ષ બીજા માળે આવેલા બ્લોન વેલનેસ સ્પા ચાલુ રાખી ગ્રાહકો એકઠા કરનાર સંચાલક તુષાર તુલસીભાઇ ધરન અને મંદાકીની સુનીલભાઇ થીયોફીલ્સ, પ્રહલાદપ્લોટ શેરી નં. ૧૭માં ગંગા સ્પા ખુલ્લુ રાખી ગ્રાહકો એકઠા કરનાર હર્ષદ બાબુભાઇ ઠુમ્મર, ઢેબર રોડ બસ સ્ટેન્ડ સામે રાત્રે પાનની દુકાન ખુલ્લી રાખનાર દિલીપસિંહ અગરસિંહ જાડેજા, ગીરીશભાઇ કાંતીલાલ સરૈયા, પરાબજારમાં ઇંડાની લારી ખુલ્લી રાખી વેપાર કરતા મહેબુબ વલીભાઇ અમરેલીયા, ઙ્ગવીરલ રવજીભાઇ સીંધવ તથા બી-ડીવીઝન પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન ચંપકનગર શેરી નં. ૩ શીંગાળા પ્લોટ પાસેથી પરેશ વસંતભાઇ સોલંકી, રવી. વસરામભાઇ શંખાવરા, રાજ વસરામભાઇ શંખાવરા, ખુશાલ ભરતભાઇ શંખાવરા, કુવાડવા રોડ ર સોમનાથ રીયલ હોમ શેરી નં. ૧માંથી શીવલાલ વીરજીભાઇ ઘેટીયા, બાલક હનુમાન મંદિર પાસે મહાવીર પાંઉભાજીની દુકાન રાત્રે ખુલ્લી રાખનાર જવાહરમલ બાબુરામજી કુમાર, અશ્વીન મનુભાઇ ગૌસ્વામી, તથા થોરાળા પોલીસે પોલીસ સ્ટેશન સામેથી રીક્ષામાં ચારથી વધુ મુસાફરોને બેસાડી નીકળેલા વનરાજ મામૈયાભાઇ મકવાણા, સાહીલ યુનુસભાઇ બ્લોચ, અલીરઝા, જમશેરભાઇ મરચન, તથા ભકિતનગર પોલીસે ઇન્ટેઇનમેન્ટ ઝોન ગુંદાવાડી શેરી નં. ર૦ માંથી કૌશિક તુલસીભાઇ વઘાસીયા, વિરાટનગર શેરી નં.પમાંથી ઘનશ્યામ મોહનભાઇ વાઢેર, વાણીયાવાડી મેઇન રોડ પરથી રમેશ ધીરજલાલભાઇ સાપરીયા, ભવાની ચોક પાસેસ અંકુર સોસાયટી શેરી નં. ૯માંથી હુશેન ઓસમાણભાઇ પતાણી, ગાયત્રીનગર મેઇન રોડ ગીતાનગર શેરી નં. ૧માંથી દીપક જેન્તીભાઇ કાચા, માસ્તર સોસાયટી શેરી નં. ૧રમાંથી કૃણાલ રમેશભાઇ સરધારા, ઓમ તીરૂપતિ બાલજી પાર્ક શેરી નં.૧માંથી પ્રતીક જયંતીભાઇ આસોદરીયા, કોઠારીયા રોડ ગ્રીન પાર્ક-૩ ના સંજય પરસોતમભાઇ સુદાણી, રાજલક્ષ્મી સોસાયટી શેરી નં.૧૩માંથી કિરીટ કલ્યાણજીભાઇ વેકરીયા, ગીતામંદિર રોડ ગણેશ કોમ્પ્લેક્ષ શ્યામવાડીની સામેથી ઘનશ્યામ મોહનભાઇ વસાણી, જંગલેશ્વર શેરી નં. ૧૯માંથી નજીક સેરૂભાઇ બેલીમ તથા કુવાડવા રોડ પોલીસે સોખડા ચોકડી પાસેથી જીજ્ઞેશ મગનભાઇ વાગડીયા, બાબુ ધનજીભાઇ બહુકીયા, સાત હનુમાન ચેક પોસ્ટગ પાસેથી છગન સામતભાઇ જોગરાણા, હસમુખ કરશનભાઇ જીંજુવાડીયા, તથા આજી ડેમ પોલીસે કોઠારીયા રોડ આજી ડેમ પોલીસ સ્ટેશન સામેથી રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડી ને નીકળેલા જયસુખ ભલાભાઇ મકવાણા, રીક્ષા ચાલક વિપુલ મગનભાઇ ગોહેલ, કન્ટેઇનમેન્ટ ઝોન રણુજા મંદિર પાછળ પટેલ પાર્ક શેરી નં. ૧માંથી જયેશ હીરભાઇ મારૂ, ભાવેશ કેશુભાઇ છાયા, આજીડેમ ચોકડી પાસે રીક્ષામાં પાંચ પેસેન્જર બેડાીને નીકળેલા સાગર લાખાભાઇ ખાંભલા, રીક્ષા ચાલક ખોડા મનીભાઇ સરવૈયા, તથા માલવીયાનગર પોલીસે અક્ષર માર્ગ પર તાજ રેસ્ટોરન્ટ ઉપર બુધ્ધ સ્પા ખુલ્લુ રાખી ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી નિયમોનું પાલન ન કરનાર કર્મચારી અન્ય રામપ્રકાશ શર્મા, કબીર અરૂણભાઇ લાલચંદાણી, રીલાયન્સ મોલના બીજા માળે આઇ સ્પા ખુલ્લુ રાખનાર કર્મચારી ધર્મેન્દ્ર અરવિંદભાઇ આવીયા, તથ કન્ટેઇનમેન્ટ ઝોન ગુરૂપ્રસાદ ચોક ત્રિવેણીનગર માંથી પ્રફુલભાઇ રધુદાસભાઇ કઢી, બીપીન મોહનભાઇ સૌડાગર તથા પ્રનગર પોલીસે જંકશન પોલીસ ચોકી સામેથી રીક્ષામાં ચાર પેસેનજર બેસાડીને નીકળેલા સાહિલ રહીમભાઇ જુણેજા, તથા રેસકોર્ષ રીંગ રોડ પર ઓરમ સ્પા ચાલુ રાખનારા અશોક અરજણભાઇ કેરીયા અને માલીકી તુષાર દેવેન્દ્રભાઇ ધામેચા પકડાયા જયારે અંકિતાબેન અરવિંદભાઇ મુલાણીની શોધખોળ આદરી છે. મોટી ટાંકી ચોક પાસે પ્રતિભા કોમ્પ્લેક્ષના ચોથા માળે સ્પા ચાલુ રાખનાર સંચાલક નીતિશ રામલાલ મીશ્રા તથા ઇન્ટેઇનમેન્ટ ઝોન ગાયકવાડી શેરી નં. ૭માંથી દીનેશ કનૈયાલાલ આદવાણી, રેસકોર્ષ રીંગ રોડ ગેલેકસી સીનેમા પાસેથી સાજન ટેલાભાઇ રાઠોડ, સીંધી કોલોની મેઇન રોડ પર બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા પરેશ ગોપાલભાઇ થરેશા, પોપટપરા સબ સ્ટેશનવાળી શેરી માંથી લલીત વિજયભાઇ રાજપૂત, તથા ગાંધીગ્રામ પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન નેહરૂનગર શેરી નં. ૪ માંથી સરફરાઝ યુસુફભાઇ કાલાવડીયા, ગાંધીગ્રામ શેરી નં. પમાંથી અમીત વિનોદભાઇ પાબારી, તથા નિર્મલા રોડ પર ગ્લોબલ પ્લેટેનીયમ બીલ્ડીંગ ત્રીજા માળે ગોલ્ડ સ્પા ચાલુ રાખી બેદરકારી દાખવનાર દશરથ અનીલભાઇ રાજપૂત, રૈયા રોડ, સદ્ગુરૂતીર્થધામ કોમ્પ્લેક્ષમાં ગ્લેમર સ્પા માં સેનીટાઇઝર ન રાખી બેદરકારી દાખવનારા ઇમરાન સીકંદરભાઇ ભટ્ટી, યુનિવર્સિટી રોડ જલારામ શેરી નં.રમાં હેવનડ્રીમ વેલનેશ સ્પા ચાલુ રાખનાર સાગર છોટાલાલ ભોજાણી, નિર્મલા રોડ, પર મિલેનીયમ સ્પા ચાલુ રાખનાર આશિષ ભરતભાઇ ઠક્કર, તથા કન્ટેઇનમેન્ટ ઝોન નિર્મળા રોડ પારસ હોલ પાસે જેવા ફલેટ પાસેથી જય દીપકભાઇ પટેલ, રૈયા ચોકડી પાસે શકિત પાન નામની દુકાન ખુલ્લી રાખનાર સચીન પરસોતમભાઇ સોલાણી તથા તાલુકા પોલીસે કે. કે. વી. હોલ ઇશાન કોમ્પ્લેક્ષ ૧૦૧માં આવેલા બ્લીસ સ્પામાં ગ્રાહકો એકઠા કરનાર રાજ છબીલદાસભાઇ સૂચક, ૧પ૦ ફૂટ રોડ પર વિલાવેલને સ્પામાં સારથી વુધ ગ્રાહકો એકઠા કરનાર હરેશ વશરામભાઇ પરમાર તથા ૪૦ ફૂટ રોડ માધવ ડિલક્ષ પાન નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર વિજય વિક્રમભાઇ ભેંદરડા, કન્ટેઇનમેન્ટ ઝોન ૪૦ ફૂટ રોડ પ્રજાપતિ સોસાયટી શેરી નં. ૧ માંથી હીતેષ મનુભાઇ મોડાસીયા, બીગબજાર ઇસ્કોન મોલમાં સ્પા સેન્ટર ચાલુ રાખનાર વિક્રમ મહેશભાઇ વિશ્વકર્મા હાર્દિક દિલીપભાઇ કોટડીયા, કન્ટેઇનમેન્ટ ઝોન વાવડી રોડ આંગનસીટીમાંથી દિલીપ ધોધાભાઇ કોરાટ, તથા યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ શુભધારા એપાર્ટમેન્ટમાં લકઝરીયર્સ ફેમેલી સ્પાન ખુલ્લી રાખનાર અશ્વીનભાઇ કેશવજીભાઇ શનયારા, ઇન્દીરા સર્કલ પાસે સુષ્ટી એપાર્ટમેન્ટમાં આત્મીઝ સ્પા ચાલુ રાખનાર રાજેશ મોતીસિંહ પઢીયાર, તથા રામાપીર ચોકડી પાસે મોમાઇ પાન દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર લાલો અમરાભાઇ ચાવડા, કન્ટેઇનમેન્ટ ઝોન ત્રીલોક પાર્ક શેરી નં. ૧માંથી મનોજ જશવંત  રાયવાળા, કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરેન્ટમાં ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર હિતેષ વૃદાવનદાસભાઇ કામદાર અને મિતુલ મનજીભાઇ વસોયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

રાજકોટ પંથકમાં ૧૬ પતાપ્રેમી પકડાયા

રાજકોટ, તા., ૬: લોધીકાના મોટાવડા  ગામે જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા. તો પડધરીના કનકપુર ખોખરી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જયારે એકની શોધખોળ હાથ ધરાઇ છે.

(4:17 pm IST)