Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કાલથી સાતમ-આઠમના તહેવારોનો પ્રારંભઃ કોરોના ભલે રહ્યો પણ રાજકોટની રંગીલી પ્રજા આ દર્દ પણ ભૂલી જશે

કાલે બોળચોથઃ શનિવારે નાગપાંચમઃ રવિવારે રાંધણ છઠ્ઠા, સોમવારે શીતળા સાતમઃ મંગળવારે ધોકોઃ બુધવારે નંદ ઘેર આનંદ ભર્યો : આ વખતે મેળો નહી થતા કલેકટર તંત્રને ૧ાા કરોડની નુકસાનીઃ તો સ્ટોલ ધારકોએ ૩૦ કરોડથી વધુ ગુમાવ્યા

એસટીમાં ટ્રાફીકમાં વધારોઃ રજાનો માહોલ હોય લોકો એકબીજાના ઘરે મહામારી ભૂલી જઇ રહ્યા છેઃ ખરીદી નથી આવક નથી પણ પ્રજા આંખમાં આંસુ સાથે લાલાને વધાવી લેશે

રાજકોટ તા. ૬ :.. રાજકોટ સહિત જીલ્લામાં અને ગુજરાતભરમાં મહામારી ફેલાયેલી છે, કોરાનાનું દર્દ અબાલથી માંડી વૃધ્ધ સુધીના સૌ કોઇ અનુભવી રહ્યા છે, દરેક તંત્ર આ કાળમુખાને નાથવા તમામ પ્રયાસ તનતોડ પ્રયાસ કરવી રહ્યું છે.

આપણે વાત કરવી છે, રાજકોટની...

 રાજકોટની પ્રજા રંગીલી પ્રજા છે, ઉદારતાવાદી, માનવતાવાદી, અને કોકના દુઃખે દુઃખી થનારી ભોળી પ્રજાના મુખ-મગજ તથા દિલાસો કોરોનાનું દર્દ છે, પરંતુ શહેરની પ્રજા એટલી જ બહાદુર છે, કોઇ દિવસ હારી નથી,

 અને એટલે જ લોકો આવતીકાલથી શરૂ થઇ રહેલા સાતમ-આઠમના તહેવારને ઘરે તો ઘરે અથવા તો ફરવા લાયક સ્થળો ઉપર માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરી મન ભરીને માણી લેશે તે પણ હકિકત છે.

શહેર - જીલ્લામાં ઘણા પીકનીક પોઇન્ટ છે, રાત્રી કફર્યુ હટી ગયો છે, શહેરની પ્રજા કોરોનાનો ડર-બીક કાઢી નાખી કાલથી શરૂ થતા સાતમ-આઠમના તહેવારો કોઇપણ પ્રકારે ઉજવશે એ નકકી છે. શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-ન્યારી - ભાદર ડેમમાં પાણી ભરપુર ભર્યુ છે. ત્યાં લોકો જશે, આ રાજકોટની રંગીલી પ્રજા છે, કાનાના જન્મ દિવસને ૧૦૦ ટકા વધાવશે તે નકકી જ છે.

અત્રે એ અપીલ પણ છે કે લોકો જન્મ દિવસની ઉજવણી-તહેવારની ઉજવણીમાં સોશ્યલ ડીસ્ટન્સ, ટોળા ન કરે, ફરજીયાત માસ્ક પહેરે, સેનેટાઇઝ કરે તે પણ ખાસ યાદ રાખે. કોરોના ૧૦૦ ટકા મહાત થવાનો છે, બસ લોકોએ સાવચેતી રાખવાની છે.

તહેવારો જોઇએ તો કાલે બોળચોથ, શનીવારે નાગપાંચમ, રવિવારે ભાવતા ભોજન બનાવવાની રાંધણ છઠ્ઠ, સોમવારે શીતળા સાતમ, મંગળવારે ધોકો અને બુધવારે નંદ ઘેર આનંદ ભયો - જય કનૈયાલાલ કી - જન્માષ્ટમીના ઉજવણીના વધામણા થશે, બજારોમાં ભલે કોઇ ખાસ ખરીદી નથી, વેપારીઓના મુખ ઉપર આવકની કોઇ લાલીમા નથી, કોરોનાનો ભય છે, પરંતુ રાજકોટની રંગીલી પ્રજા આ દુઃખ ભૂલી જશે, આંખમાં ભલે અશ્રુ આવે પરંતુ તેમ છતાં પોતાના પ્રાણ પ્યારા લાલાના જન્મ દિવસને ૧૦૦ ટકા વધાવશે, તે પણ હકિકત છે, આ રાજકોટની પ્રજા છે, કોઇપણ દુઃખ અને દર્દને સહન કરવાની ભીમ જેવી તાકાત ધરાવે છે, પોતાના કાના ઉપર તેમને અતૂટ અને અમાપ શ્રધ્ધા છે.

આ વખતે રાજકોટનો રંગીલો મેળો અને જીલ્લાના તમામ મેળા કેન્સલ થયા છે, એનો લોકોને ભારે રંજ છે.  ખૂદ કલેકટર તંત્રને મેળો નહી થતા ૧ાા કરોડની નુકશાની છે, તો સ્ટોલ ધારકો કે જે ૩પ૦ જેટલા હોય છે જેમાં રમકડા-ખાણીપીણી, મોટા ફજત ફાળકા, મોતના કુવા-ઉંચી રાઇડ-નાની ચકરડીઓ - અવનવા ખેલ, ખાણી-પીણી વિગેરેનો સમાવેશ થાય છે તે સ્ટોલ ધારકોને અંદાજે રપ થી ૩૦ કરોડની નુકશાની છે, પરંતુ આમ છતાં શહેરની પ્રજા આ બધુ ભુલી જશે તે પણ હકિકત છે.

(3:15 pm IST)
  • સુશાંતસિંહ રાજપુતને રીયા ચક્રવર્તી અને પરિવાર બ્લેકમેલ કરતા હતાઃ મેન્ટલ હોસ્પિટલમાં મોકલવા તૈયારીમાં હતાઃ સુશાંતે નવે.માં પરિવારની મદદ માંગી હતીઃ જાન્યુ.માં સુશાંત બહેન પાસે ચંદીગઢ ગયેલ ત્યારે ૫ દિ'માં રીયાએ ૨૫ કોલ કર્યા access_time 4:13 pm IST

  • અત્યારે સાંજે 5 લેવાયેલ ઈન્સેટ તસવીરમાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ને ચારે કોરથી વાદળોનો જંગી ઘેરાવ.. access_time 8:05 pm IST

  • ચીનના વુહાનમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાંથી ૯૦ ટકાના ફેફસા ખરાબ હોવાનો રિપોર્ટમાં ધડાકો : ૬ મિનિટના વોક ટેસ્ટમાં દર્દીઓ ૪૦૦ મીટર જ ચાલી શકયા, જયારે સ્વસ્થ વ્યકિત ૫૦૦ મીટર ચાલી શકે access_time 4:23 pm IST