Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ગાંધીગ્રામમાં મુસ્લિમ યુવાન સાથે પ્રેમસંબંધ ધરાવતી સથવારા યુવતિને પિતાએ ધોકા ફટકારી પતાવી દીધી

ઇલા નકુમ (ઉ.વ. ૨૦)ને પિતા ગોપાલભાઇ નકુમે આડેધડ માથામાં કપડા ધોવાના ધોકાના ઘા માર્યાઃ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ એક મહિના પહેલા જ તેણીના માતાનું મોત થયું હતું: ઇલા પિતા સાથે એકલી રહેતી હતીઃ ગાંધીગ્રામ પોલીસે આરોપીને સકંજામાં લીધો : દિકરીના મુસ્લિમ છોકરા સાથેના લફરાની જાણ થતાં આઘાતમાં માતા સવિતાબેનને આઘાતમાં હાર્ટએટેક આવી ગયો હતો : પરમ દિવસે જ છોકરા-છોકરીના પરિવારના-સમાજના લોકોએ ભેગા થઇ સમજુતીની વાત કરી હતી

રાજકોટ તા. ૬: ગાંધીગ્રામ વિસ્તારમાં મુસ્લિમ યુવાન સાથે પ્રેમસંબંધ ધરાવતી અને તેની સાથે રહેવા જવાની જીદ કરતી ૨૦ વર્ષિય સથવારા યુવતિને તેના પિતાએ માથામાં કપડા ધોવાના ધોકાના ઘા ફટકારી પતાવી દેતાં ચકચાર મચી ગઇ છે. સથવારા યુવતિને એક દોઢ વર્ષથી બ્રહ્મસમાજ પાસેના શિવપરામાં રહેતાં કોઇ મુસ્લિમ યુવાન સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધનો પિતા વાંધો ઉઠાવતાં હતાં. પરંતુ તેણી સતત મુસ્લિમ યુવાન સાથે રહેવા જવાની જીદ કરતી હોઇ અને આજે પણ આવી જીદ લઇને બેસી જતાં પિતા રોષે ભરાયા હતાં અને કપડા ધોવાના ધોકાના ઘા ફટકારી દેતાં તેણીને બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાઇ હતી. જ્યાં દમ તોડી દીધો હતો. 

પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીગ્રામ શાહનગર-૪માં રહેતી ઇલા ગોપાલભાઇ નકુમ (ઉ.વ.૨૦) નામની સથવારા યુવતિને  તેના પિતા ગોપાલભાઇ નારણભાઇ નકુમે ધોકાના ઘા ફટકારી ઇજા કરી હોવાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. પડોશમાં રહેતાં જીવરાજભાઇ નામના વ્યકિતએ ૧૦૮ને ફોન કર્યો હતો.  ઇલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તે બેભાન હોઇ પોલીસ તેનું નિવેદન નોંધી શકી નહોતી. સારવાર દરમિયાન તેણીએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

બનાવની જાણ થતાં ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પીઆઇ કે. એ. વાળા, હીરાભાઇ રબારી, ઘેલુભાઇ શિયાર, વિરભદ્રસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ અને હોસ્પિટલે પહોંચ્યો હતો. પોલીસે દોડધામ કરી દિકરીને ધોકાના ઘા ફટકારી ભાગી ગયેલા પિતા ગોપાલ નકુમને સકંજામાં લઇ લીધો હતો. તેણે કબુલ્યું હતું કે દિકરી ઇલાને શિવપરાના ફરદીન નામના એક મુસ્લિમ શખ્સ સાથે એકાદ વર્ષથી પ્રેમસંબંધ હતો. પોતે આ પ્રેમસંબંધનો સખ્ત વિરોધ કરતાં હતાં. આમ છતાં તેણી સતત એ છોકરા સાથે રહેવા જવા જીદ કરતી હતી. બે દિવસ પહેલા જ છોકરાના અને પોતાના સમાજના લોકોએ ભેગા થઇ બંનેને સમજાવ્યા હતાં. છોકરા ફરદીનની ઉમર પણ હાલમાં ઇલા કરતાં નાની છે. સતત પ્રેમી મુસ્લિમ શખ્સ સાથે રહેવા જવાની જીદ લઇને બેસતી ઇલાએ આજે પણ ત્યાં જવાની વાત કરતાં પિતા-પુત્રી વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં તેણે દિકરીને કપડા ધોવાના ધોકાના ઘા મારી દીધા હતાં.

તેણી લોહીલુહાણ થઇ બેભાન થઇ પડી જતાં પોતે ઘરેથી નીકળી ગયો હતો. તેમ ગોપાલ નકુમે પોલીસ સમક્ષ વાત કરી હતી. પીઆઇ કે. એ. વાળા, હીરાભાઇ રબારી જયસુખભાઇ આહિર સહિતની ટીમે ખરેખર સાચી હકિકત શું છે? છોકરો કોણ છે? તે સહિતની વિગતો એકઠી કરી હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

વધુ માહિતી મુજબ હાલ ઇલા અને તેના પિતા જ્યાં રહે છે ત્યાં પંદર દિવસ પહેલા જ રહેવા આવ્યા છે. એ પહેલો બાર-ચોૈદ વર્ષથી શિવપરામાં રહેતાં હતાં. દિકરીના પ્રેમસંબંધ સામે વાંધો હોવાથી જ પિતા ગોપાલ નારણભાઇ નકુમ (ઉ.વ.૬૦)એ ઘર બદલ્યું હતું. આજે તેના હાથે દિકરીની હત્યા થઇ ગઇ હતી. એવી પણ માહિતી મૃતકના સગાએ જણાવી હતી કે મૃતક ઇલાને મુસ્લિમ છોકરા સાથે લફરૂ હોવાની જાણ થતાં માતાને આઘાતમાં હાર્ટએટેક આવી ગયો હતો અને મોત નિપજ્યું હતું. (૧૪.૧૪)

સવારે નાસ્તો કરતી નહોતી, એ જીદે ચડી અને મને કાળ ચડ્યો એટલે ધોકા ફટકારી દીધાઃ પિતા ગોપાલ નકુમ

. ગોપાલ નકુમે પોલીસને કહ્યું હતું કે દિકરી ઇલા સતત મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાની જીદ કરીને બેસી જતી હતી. ખાતી પીતી પણ નહિ. આજે સવારે પણ તેણે નાસ્તો કરવાની ના પાડી દીધી હતી અને રિસાઇ ગઇ હતી. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં પોતાને કાળ ચડતાં ધોકાના ઘા મારી દીધા હતાં.

અગાઉ ઇલાનો પરિવાર શિવપરામાં રહેતો ત્યારે ફરદીન સાથે પ્રેમ થયો હતો

. હત્યાનો ભોગ બનનાર ઇલા અને તેનો પરિવાર અગાઉ શિવપરામાં જ રહેતો હતો. મુસ્લિમ છોકરો ફરદીન પણ ત્યાં જ રહેતો હતો. એ વખતે બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. ઇલા કોલેજમાં અભ્યાસ પણ કરતી હતી. તે માતા-પિતાની એકની એક દિકરી હતી. એક મહિના પહેલા જ તેણીના માતા સવિતાબેનનું બિમારીથી મૃત્યુ થયું હતું.

(3:14 pm IST)
  • જમ્મુ-કાશ્મીરમાં ૧ વર્ષથી સરકારની તાનાશાહીઃ લોકતંત્રને ભાજપા કચડી રહી છેઃ પ્રિયંકાગાંધીઃ લોકતંત્ર માટે મોટી ભૂમિકા ભજવનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈફુદીન સોજ સાથે કેદી જેવો વહેવારઃ ગેટ બંધ કરી દીધા access_time 4:11 pm IST

  • ૨૪ કલાકમાં ૪ ભાજપી નેતાએ પક્ષ છોડી દીધોઃ ભયનો માહોલ : જમ્મુ-કાશ્મીરમાં બે દિવસમાં ભાજપના સરપંચ સહિત ૨ સરપંચની હત્યા access_time 4:14 pm IST

  • ભારે વરસાદ વચ્ચે મુંબઈના મરીન ડ્રાઈવ ઉપર મોટી ભરતીના મોજાં ત્રાટકયા છે access_time 8:03 pm IST