Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ફેરિયાઓના મેડીકલ ચેકઅપ માટે ગુંદાવાડી માર્કેટ બંધ કરાવાઇ : તંત્રની અવ્યવસ્થાનો આક્ષેપ : દેકારો

રાજકોટ : શહેરમાં કોરોના સંક્રમણ રોકવા શાકભાજી-કરિયાણા-દુધના વેપારીઓ ફેરિયાઓનું મેડીકલ ચેકઅપ મ્યુ. કોર્પોરેશન દ્વારા થઇ રહ્યું છે તેથી આજે ગુંદાવાડી શાક માર્કેટ બંધ કરાવીને તમામનું મેડીકલ ચેકઅપ કરવા પારવડી ચોક, સદ્ગુરૂ રણછોડદાસ આશ્રમે કેમ્પ યોજાયેલ જેમાં એકીસાથે હજારો ફેરિયા એકીસાથે ઉમટી પડતા તંત્ર વ્યવસ્થા જાળવી શકેલ નહીં અને માત્ર ર૭૦-૩૦૦ના હેલ્થ કાર્ડ કાઢી બાકીનાને પછી આવવા જણાવતા વેપારીઓમાં દેકારો બોલી ગયો હતો. તસ્વીરમાં બંધ માર્કેટ તથા લાઇનબંધ ઉભેલા ફેરિયાઓ દર્શાય છે. જોકે તંત્ર વાહકોએ અવ્યવસ્થાની બાબતને નકારી કાઢી હતી અને શાંતિપૂર્વક હેલ્થ કાર્ડ -મેડીકલ ચેકઅપ થઇ રહ્યાનું જણાવેલ.

(4:20 pm IST)