Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

વાવાઝોડામાં સિવિલ હોસ્પિટલમાં બે ઝાડ અને નર્સિંગ કોલેજના ગેઇટની કમાન તૂટી પડ્યા

સાંજે અચાનક આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતાં. સિવિલ હોસ્પિટલમાં પણ વોર્ડ નં. ૭ અને ૧૧ નજીક તથા મેડિકલ કોલેજની કેન્ટીન પાસે બે વૃક્ષ તૂટી પડ્યા હતાં. આ ઉપરાંત કે. ટી. ચિલ્ડ્રન વિભાગ પાસે નર્સિંગ કોલેજના ગેઇટની લોખંડની કમાન તૂટીને જમીનદોસ્ત થઇ ગઇ હતી. સદ્દનસિબે કોઇ જાનહાની થઇ નહોતી.

(1:07 pm IST)