Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રણછોડનગરના શાકભાજીના ધંધાર્થીએ આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પીધી

લાતી પ્લોટમાં પગલુ ભર્યુઃ ભાઇને જાણ થતાં હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૬: રણછોડનગર-૭માં રહેતાં આશિષ ધનસુખભાઇ પટેલ (ઉ.વ.૩૨) નામના યુવાને રાતે પોણા નવેક વાગ્યે લાતી પ્લોટમાં આવી ઝેરી પાવડર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આશિષ સાંજે ઘરેથી નીકળી ગયો હતો અને બાદમાં લાતી પ્લોટમાં પહોંચી પગલુ ભર્યુ હતું. તેના ભાઇ ભાર્ગવભાઇને બનાવની જાણ થતાં હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. આશિષ બે ભાઇમાં મોટો છે અને શાકભાજીનો ધંધો કરે છે. તેને સંતાનમાં એક પુત્ર છે. કોરોના અને લોકડાઉન પછી ધંધો બરાબર ચાલતો ન હોઇ હાલમાં આર્થિક ભીંસ ઉભી થઇ હોઇ કંટાળી જતાં આ પગલુ ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

નશાની આદત ન છુટતાં સુમિતસિંઘે ડેટોલ પી લીધું

રેલનગર લાલબહાદુર શાસ્ત્રીનગર કવાર્ટરમાં રહેતો સુમિતસિંઘ સતનામસિંઘ બાવરી (ઉ.વ.૨૬) નામનો યુવાન સાંજે ઘરે ડેટોલ પી જતાં ઝેરી અસર થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. સુમિતસિંઘ તાળા-ચાવી રિપેર કરવાનું કામ કરે છે. તેના ભાઇના કહેવા મુજબ સુમિતસિંઘને નશાની આદત હતી. પરંતુ હવે ઘરમાં જ રહેતો હોઇ નશો કરવાના પદાર્થ ન મળતાં હોઇ કંટાળીને ડેટોલ પી ગયો હતો.

(1:01 pm IST)