Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

કોર્પોરેશનના ટેકસ, એસ્ટેટ, ઇન્સ્પેકટરો હવે 'સિનિયર કલાર્ક' તરીકે ઓળખાશે

રાજકોટ, તા. ૬ : મ્યુ. કોર્પોરેશનના એસ્ટેટ, ટેકસ, વિજીલન્સ વિભાગમાં કુલ ૧ર જેટલા હોદ્દાઓ જે હાલમાં ઇન્સ્પેકટરો તરીકે ઓળખાય છે તે તમામને હવે પછીથી 'સિનિયર કલાર્ક'નું  નામાભિધાન કરવા આગામી જનરલ બોર્ડના એજન્ડામાં દરખાસ્ત છે.

આ અંગે મ્યુ. કમિશનરે અગાઉ ૧૬ માર્ચ ર૦૧૮ના જનરલ બોર્ડમાં મૂકેલી દરખાસ્તમાં જણાવ્યું હતું કે, સિનિયર કલાર્ક કક્ષાની જુદી જુદી જગ્યાઓ અલગ-અલગ દરખાસ્તોથી મંજુર થયેલ છે આથી તેમાં વિસંગતતાઓ ઉદ્ભવી હોઇ મ્યુ. કોર્પોરેશનની સીનિયર કલાર્ક કક્ષાની તમામ જગ્યાઓ હવે કોમન કેડરની થતાં નવુ નામાભિધાન સિરિયર કલાર્ક આપવા માટે આ દરખાસ્ત છે.

જે જગ્યાઓને નવુ નામાભિધાન કરાયું તેમાં (૧) ઇન્સ્પેકટર (ટેકસ) (ર) ઇન્સ્પેકટર (એસ્ટેટ) (૪) ઇન્સ્પેકટર (વિજીલન્સ), (પ) ઇન્સ્પેકટર (સો.વે.મ.) (૬) એકાઉન્ટન્ટ કમ સિનિયર કલાર્ક (૭) સિનિયર કલાર્ક કમ એકાઉન્ટન્ટ (૮) સિનિયર કલાર્ક કમ કેશિયર (૯) એકાઉન્ટન્ટ કમ કેશિયર (૧૦) કેશિયર (૧૧) એકાઉન્ટન્ટ (૧ર) સિનિયર કલાર્ક વગેરેનો સમાવેશ થાય છે.  આ દરખાસ્ત જે તે વખતે જનરલ બોર્ડ માં મંજુર થઇ અને સરકારની મંજુરી અર્થે મોકલી હતી જે હવે છેક મંજુર થતા ઉકત તમામ જગ્યાઓ હવેથી 'સિનિયર કલાર્ક સંવર્ગ' તરીકે ઓળખાશે.

(4:33 pm IST)