Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળા પૂર્વે અટકાયતી કામગીરી માટે તંત્રને દોડાવતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની

રાજકોટ તા.૬: મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને નજર સમક્ષ રાખી શહેરમાં પાણીજન્ય રોગચાળો પ્રસરે નહી તેવા આશય સાથે અગમચેતીરૂપે રોગચાળા સામેના અટકાયતી પગલાંઓ લેવાની તૈયારી શરૂ કરી દીધી છે. સામાન્યરીતે ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધતું હોય છે. રોગચાળા ફેલાય અને પછી પગલાંઓ લેવાને બદલે મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ અગાઉથી જ આવશ્યક એવા તમામ પગલાંઓ લેવા સંબંધિત શાખાધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી છે.

કમિશનરશ્રીએ એમ કહ્યું હતું કે, પીવાના પાણીના તમામ સ્ત્રોતોની આજુ બાજુ સ્વચ્છતાનું ઉંચું ધોરણ જળવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તેમજ પાઈપ લાઈન તેમજ વાલ્વમાં લીકેજની જાણ થાય કે તુર્ત જ યુધ્ધના ધોરણે કાયમી દુરસ્ત થાય તે માટે ઈજનેરી શાખાના અધિકારીશ્રીને સુચના આપવામાં આવી હતી. પીવાના પાણીના તમામ સ્ત્રોતોની આજુ બાજુ સ્વચ્છતાનું ઉંચું ધોરણ જળવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તેમજ પાઈપ લાઈન તેમજ વાલ્વમાં લીકેજની જાણ થાય કે તુર્ત જ યુધ્ધના ધોરણે કાયમી દુરસ્ત થાય તે માટે તેમજ પાણીના સોર્સની મેઈન ટાંકીઓની નિયમિત સમયાંતરે સફાઈ સાથે પાણીના તમામ સ્ત્રોતોનું નિયમિત અને યોગ્ય માત્રામાં કલોરીનેશન થાય તે માટે તાબાના અધિકારીને સુચના આપવામાં આવી હતી.

જયારે શહેરમાં જૂની જર્જરિત થઇ ગયેલ પાણીની પાઈપલાઈનનો તાત્કાલિક બદલવા માટે પણ સંબંધિત અધિકારીને સુચના આપવામાં આવી છે.ઙ્ગઙ્ગશાળા, કોલેજ જેવી જાહેર સંસ્થાઓમાં પાણીના સંગ્રહ સ્થાન (ટાંકી/ટાંકા) ની નિયમિત સફાઈ થાય તેની તકેદારી રાખી, ગંદકીવાળી તમામ જગ્યાઓની સફાઈ કરાવી જંતુનાશક દવાનો છંટકાવ કરાવવા હેલ્થ બ્રાન્ચના અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવી હતી.

કમિશનરશ્રીએ એમ પણ કહ્યું હતું કે, શહેરમાં જયાં કયાંય પણ ઉભરાતી કે લીકેજ થતી ગટર લાઈનો ત્વરિત દુરસ્ત કરવામાં આવશે. સાથોસાથ ગટરના મેઈનહોલમાંથી પસાર થતી ઓઈવાના પાણીની પાઈપલાઈનો દુર કરવા સંબંધિત શાખાધિકારીશ્રીને સૂચના આપવામાં આવી છે. શહેરમાં વિવિધ સ્થળોએ કન્સ્ટ્રકશન સાઈટ પર, અન્ય જગ્યાઓ કે જાહેર માર્ગો પર કયાંય પણ ખાડા-ખાબોચિયા ભરાયેલા ના રહે તેની તકેદારી રાખવા તાંત્રિક શાખાઓના અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે.

જાહેર જગ્યાઓએ અને હોટેલ, રેસ્ટોરન્ટ, ચા-પાણીની લારીઓ, પીવાના પાણીના પરબો, પાર્લર વગેરે જગ્યાઓએ કલોરીનેશન કરેલું પીવાનું પાણી જ સલામત ગણાય, તેમ્જવેન્ચાવામાં આવતા ખાદ્ય પદાર્થો ઉદ્યાડા અને વાસી ના હોય તેની તકેદારી માટેના જરૂરી પગલાંઓ લેવા આરોગ્ય શાખાના અધિકારીઓને સુચના અપાયેલ છે.

વધુમાં કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં ઉત્પન્ન થતા દ્યન કચરાના યોગ્ય ઢબે નિકાલ કરવાની વર્તમાન વ્યવસ્થા વધુ ગંભીરતાપૂર્વક કાર્યરત્ત્। રહે તે જોવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઈજનેરને સૂચના આપવામાં આવેલ છે. શહેરમાં સફાઈનું સર્વોત્ત્।મ ધોરણ જળવાય અને તે માટે સફાઈ અને કચરાના નિકાલ માટેની કામગીરીમાં કોઈ કચાશ ના રહે તે જોવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને ખાસ એલર્ટ કરાઈ છે.

(4:04 pm IST)