Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

વી.એન.જવેલર્સના માલીક સામે કોર્ટમાં ફરીયાદ થતા સમન્સ ઇસ્યુ

રૂ.૧૧ લાખ ૪૫ હજાર પપ૪નો ચેક પાછો ફરતાં...

રાજકોટ તા.૬: જેતપુરમાં ૪-ઇન્દ્રપ્રસ્થ, મતવા શેરીમાં વી.એન.જવેલર્સના નામે ધંધો કરતા આરોપી હિરેન વી.મકવાણાએ રાજકોટના એસ.એસ.ગોલ્ડ પાસેથી ખરીદ કરેલ દાગીનાની રકમ ચુકવવા ઇસ્યુ કરી આપેલ રકમ રૂ.૧૧,૪૫,૫૫૪/-નો ચેક રીટર્ન થવા વી.એન.જવેલર્સના માલીક હિરેન મકવાણા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા આરોપીને અદાલતમાં હાજર રહેવા અદાલત દ્વારા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટમાં સોની બજારમાં એસ.એસ.ગોલ્ડના નામે ભાગીદારીમાં ધંધો કરતા અલ્પેશ રવજીભાઇ ધાનાણીએ જેતપુરમાં ખોડીયારપરા મેઇન રોડ રહેતા અને મતવા શેરીમાં વી.એન.જેવલર્સના નામે ધંધો કરતા હિરેન વિનુભાઇ મકવાણા વિરૂધ્ધ એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે, આરોપી તથા ફરીયાદી સોનાના વેપારીઓ હોય, આરોપીએ ફરીયાદીને સોનાના દાગીનાનો ઓર્ડર આપી દાગીનાઓ મંગાવી દાગીનાઓ મેળવી તે દાગીનાઓની થતી કિંમત રૂ.૧૧,૪૫,૫૫૪/- ચુકવવા માટે આરોપીએ તેઓની બેન્ક ઓફ બરોડા, જેતપુર શાખાના વી.એન.જવેલર્સના પ્રોપરાઇટર દરજજે ફરીયાદી એસ.એસ.ગોલ્ડ આપેલ ચેક રીટર્ન થતા તે સંબંધે ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદી પેઢીનું કાયદેસરનું લેણુ અદા ન કરતા ફરીયાદીએ રાજકોટની અદાલતમાં આરોપી વી.એન.જવેલર્સના પ્રોપરાઇટર હિરેન મકવાણા વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે, આરોપીએ ખરીદ કરેલ સોનાના દાગીનાનુ પેમેન્ટ કરવા ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી એસ.એસ.ગોલ્ડના ભાગીદાર અલ્પેશ ધાનાણી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલ હતા.(૬.૧૭)

(4:15 pm IST)