Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

'ઝિરો ડીફેકટ ઝિરો ઇફેકટ ': ચેમ્બર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માર્ગદર્શક સેમિનાર સંપન્ન

રાજકોટ, તા. ૬ : ચેમ્બર રોફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર રાજકોટના સંયુકત ઉપક્રમે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર MSME કક્ષાના ઉદ્યોગો માટે ભારત સરકારની Zero Defect' Zero Effect (ZED)યોજના અંગે તથા રાજય સરકારની વિવિધ ઔદ્યોગિક નીતિમાં સમાવિષ્ટ યોજનાઓ અંગે ઉદ્યોગોને માહિતગાર કરવા યોજાયો હતો.

સેમિનારના પ્રારંભમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ શિવલાલ બારસીયાએ ઉપસ્થિત વિવિધ ઔદ્યોગિક વિભાગના અધિકારીઓ તથા ઉપસ્થિત ઉદ્યોગકારોને આવકાર્યા બાદ રાજકોટ ચેમ્બરના માનદ મંત્રી વી.પી. વૈષ્ણવએ રાજકોટ ચેમ્બર દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓ અને તેના સફળ પરિણામનો અહેવાલ રજૂ કરેલ.

બાદ QCI ના આસીસ્ટન્ટ ડાયરેકટર માણિક ગુપ્તા ZED સર્ટીફીકેટ સ્કીમમાં MSME ઉદ્યોગોને મળવાપાત્ર નાણાકીય લાભ અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર જાણકારી આપી. ઉદ્યોગની આગવી ઓળખ ઉભી થાય તે અંગે જણાવેલ.

MSME   ફેસીલીટેશન ડેસ્ક, રાજકોટના અધિકારી અહેમદ મુસ્તફાએ સરકારની ઉદ્યોગ માટેની વિવિધ સ્કીમોની જાણકારી આપી. આ સ્કીમનો લાભ લેવા માટેની પ્રક્રિયાની સમજ આપેલ.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઉદ્યોગ અધિકારી (યાંત્રિક) એસ.બી. પારેજીયાએ ઔદ્યોગિક એકમો માટેની પ્રોત્સાહન યોજનાઓ જેવી કે કેપીટલ સહાય વ્યાજ સહાય, ગુણવતા સહાય, માર્કેટ ડેવલોપમેન્ટ સહાય, સ્ટાર્ટઅપ, ઇનોવેશન સહાય, ગારમેન્ટ અને એપરલ ઇન્ડસ્ટ્રીને સહાય, પ્લાસ્ટીક ઉદ્યોગ માટે સહાય, સર્વિસ લાઇન પાવર કનેકશન ચાર્જમાં સહાય તથા વિવિધ એવોર્ડ પાત્ર ઉદ્યોગોને સહાય, ટેકનોલોજી એકવીઝીશન માટે સહાય, પેટન્ટ રજીસ્ટ્રેશન માટે સહાય, ઉર્જા અને પાણી વપરાશમાં બચત માટે સહાય, CGTMSE ફી પરત મેળવવાની સહાય, એન્વાયરમેન્ટ ઓડિટ કરાવવા માટેની સહાય, સતત સ્ટોક એમીશન મોનીટરીંગ પદ્ધતિ (CEMS ) માટે સહાય, રીસર્ચ અને ડેવલોપમેન્ટ પ્રવૃતિ માટે સહાય, લેબર ઇન્સેન્ટીવ સહાય વગેરેની વિસ્તૃત જાણકારી આપેલ. જાણકારી માટે પૂછાયેલ પ્રશ્નોના વિગતવાર પ્રત્યુત્તરો અધિકારીઓએ આપેલ.અંતમાં આભારવિધિ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી ડો. મુંજાલ દવેએ કરેલ. સેમિનારનું સંચાલન સીનીયર ઉદ્યોગ નિરીક્ષક પી.પી. પઢીયારએ કરેલ. (૮.૧પ) 

(4:13 pm IST)