Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

શાળા-કોલેજમાં પાર્કીંગ છે કે નહિ : તંત્ર હથોડો પછાડશે

ગોંડલ રોડ, સાધુ વાસવાણી, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારમાં દબાણ હટાવ ઝૂંબેશઃ ૯૭ રેંકડી, પ૦૦ ખુરશી, ટેબલ જપ્ત

રાજકોટ તા. ૬: શહેરનાં કાલાવડ, યુનિર્વસિટી સહિતનાં વિસ્તારના શોપીંગ મોલ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષોના માર્જીગ પાર્કિંગમાંથી આજે સવારે ટાઉન પ્લાનીંગ વિભાગે છાપરા-ઓટલા, કેબીનો સહીતના દબાણો દુર કરાવી જગ્યા ખુલ્લી કરાવવા જબ્બર દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરી હતી તેમજ સ્કુલ-કોલેજ આસપાસ  વિસ્તારમાં પાર્કિગ શેરી-રોડ પર કરવામાં આવતા હોય છે તંત્ર દ્વારા તેનો સર્વે કરી ઝુંબેશ હાથ ધરવામાં  આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.

આ અંગે ટી.પી.વિભાગની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ કમિશનર શ્રી બંછાનિધી પાનીની સુચના અનુસાર નાયબ મ્યુનિસિપલ કમિશનર  ચેતન ગણાત્રા તથા ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના ગોંડલ રોડ, યુનિર્વસિટી રોડ, સાધુ વાસવાણી રોડ સહિતનાં વિસ્તારમાં   ગેરકાયદેસર પાર્કિંગ ઝૂંબેશ અંતર્ગત પાર્કિંગમાં થયેલ ગેરકાયદેસર દબાણ જેવા કે છાપરા, ૯૪ કેબીન-રેંકડી    ૫૦૦ ટેબલ-ખુરશી વિગેરે દુર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સ્થળ ઉપર દબાણ હટાવ ાખાના આસિ.મેનેજર બી.બી.જાડેજા તથા તેમનો સ્ટાફ તથા બાંધકામ શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ આ ડિમોલિશનની કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ ઓફીસર ઝાલા વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ હતો. (પ-ર૯)

(3:50 pm IST)