Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

રૂપાણી ચડાવશે 'પાણી': ટુંક સમયમાં કોંગ્રેસના બાગીઓ સાથે મુલાકાત

બાગી એકતા ઝીંદાબાદ... ૧૩ મી તારીખ નજીક આવતા બેય પક્ષ ફરી વ્યુહ રચનામાં વ્યસ્ત :કારોબારી સમિતિની છેલ્લી બેઠકના મામલે હાઇકોર્ટમાં ગુરૂવારની મુદત

રાજકોટ, તા., ૬: જિલ્લા પંચાયતમાં  કોંગ્રેસના ર૧ સભ્યોએ પાર્ટી વિરૂધ્ધ સમિતીઓની રચના કરતા તેઓ બળવાખોર તરીકે ઓળખાવા લાગ્યા છે. તા.૧૩ મીએ સમીતીના અધ્યક્ષની ચુંટણી છે. તે પુર્વે બાગીઓની એકતા ટકાવી રાખવા માટે તેમને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવી દેવાનું આયોજન ભાજપના આગેવાનો કરી રહયા છે. બાગીઓને સામુહીક રીતે પ્રદેશમાં લઇ જવામાં આવે તેવી શકયતા છે. અમુક બાગીઓ પક્ષાંતર ધારાની સંભાવનાથી ડરી રહયા છે. તે ડર ઉડાડવા અને સુખી રાજકીય ભવિષ્યનો આભાસ કરાવવા તેમને મુખ્યમંત્રી સહિતના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરાવવાનું આયોજન છે. સમીતીના અધ્યક્ષની રચનામાં દેખાતી ખેંચતાણ પણ આ મુલાકાત બાદ નિવારી શકાશે તેવી ભાજપના વર્તુળોને આશા છે.

રાજકોટ જિલ્લા પંચાયત તોડવા માટે ખુદ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ જીવંત અંગત રસ લીધાની બાબત જગજાહેર છે.  સમીતીઓમાં ભાજપના સહકારથી કોંગ્રેસના બાગીઓએ વર્ચસ્વ સ્થાપી દીધું છે પરંતુ જયાં સુધી પંચાયતના પ્રમુખ કોંગ્રેસના હોય ત્યાં સુધી શાસન કોંગ્રેસનું જ ગણાય. ટીમ રૂપાણીનું અધુરૂ ઓપરેશન પુરૂ કરવાની વ્યુહ રચના ઘડવામાં આવી રહી છે. તા.૧૩ મીએ પ સમીતીના અધ્યક્ષની ચુંટણી વિના વિધ્ને પાર પડી જાય તે માટે બાગીઓ અને જિલ્લા ભાજપના સંબંધીત આગેવાનો સાથે ચર્ચાનો દોર ચાલી રહયો છે.  ૧૩ મીની ચુંટણી સંદર્ભે બન્ને પક્ષો દ્વારા ખેંચતાણ શરૂ થઇ છે. ભાજપની અત્યારની કલ્પના મુજબ બાગીઓ સાથે મુખ્યમંત્રીની મુલાકાત થઇ જાય તો તે ઘણી ફળદાયી નિવડશે.  પંચાયતની છેલ્લી કારોબારી સમીતીની બેઠકનો વિવાદ હાઇકોર્ટમાં છે તેમાં સુનાવણી માટે તા.૯ નક્કી થયાનું જાણવા મળે છે.

છાશ લઇ લીધી તો'ય દોણી સંતાડવી છે

બાગીઓની એક જ લાઇન,અમે શિસ્ત ભંગ કર્યો નથી!

રાજકોટ તા. ૬ :.. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના બળવાખોરોને પાર્ટીએ આપેલી નોટીસ આજથી મળવા લાગશે બાગીઓએ પોતે કોઇ શિસ્ત ભંગ કર્યો જ નથી તેવો જવાબ આપવાનું મન બનાવ્યું છે. શિસ્ત ભંગનો સત્તાવાર એકરાર કરવાથી સભ્યપદ જોખમમાં મૂકાઇ શકે છે તેથી શિસ્ત ભંગના પગલા લેવા કોંગ્રેસની સંભવિત વ્યુહ રચનામાંથી છીંડા શોધી બાગીઓ વ્યુહાત્મક જવાબ આપવા માંગે છે. ભાજપના કેમ્પમાં રોકાઇને ભાજપની જ બસમાં જિલ્લા પંચાયત કચેરીએ સામાન્ય સભામાં આવેલા બાગીઓએ ભાજપ સાથેના રાજકીય સબંધને હાલ (દેખાવ ખાતર) નકારવાનું નકકી કર્યુ છે કોંગ્રેસે કોની તરફેણમાં મતદાન કરવુ તેનો નામ જોગ આદેશ આપ્યો ન હોવાથી કોંગ્રેસની બે પેનલ પૈકી ગમતી  પેનલ તરફી મતદાન કર્યાનો જવાબ આપવાનું નકકી કર્યાનું જાણવા મળે છે.

(3:45 pm IST)