Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

નાના ભંડારીયા ગામે પાઇપ લાઇનના પ્રશ્ને એક અઠવાડીયામાં કાર્યવાહી કરવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ તા ૬ : અમરેલી જીલ્લાના નાના ભંડારીયા ગામના વતની મગનભાઇ એન. માઘડ દ્વારા અમરેલી તાલુકાના ભંડારીયા ગામે અનુ.જાતિ વિસ્તારમાં પાણી પીવાની પાઇપ લાઇન સંદર્ભે રજુઆત કરતા તેમજ માહીતી માંગતા આ અનુ. જાતિ વિસ્તારની પાણી પીવાની પાઇપ લાઇન અન્ય જગ્યાએખોટા એસ્ટીમેટ નકશો રજુ કરી ખર્ચ કરેલ. જે બાબતેસ્થાનીક કક્ષ્મમએ અનોક રજુઆત છતા કોઇ કાર્યવાહી ન થતા તા. ૩૧/૧/૧૮ ના રોજ અમરેલી એસ.પી. તથા પી.એસ.આઇ.ને લેખિત ફરીયાદ કરતા કોઇજ કાર્યવાહી ન થતાં અંતે શ્રી મગનભાઇ એન. માઘડ દ્વારા વકીલ મૃદુલભાઇ બારોટ દ્વારા એસસીએ ૧૪૫૬/૧૮ દાખલ કરતા હાઇકોર્ટે તા. ૨૬/૭/૧૮ ના રોજ એક હુકમ બહાર પાડી અમરેલી એસ.પી.ને એક અઠવાડીયામાં આ બાબતે ન્યાયીક તપાસ કરી જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી થવા આદેશ કરેલ છે તેમ મગનભાઇ એન. માઘડની યાદી જણાવે છે.

(3:44 pm IST)