Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

પૂ. જનકમુનિ મ.સા.ની ૮૬મી જન્મજયંતી જપ સાધનાથી ઉજવાઇ

ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. તથા સતિવૃંદના સાન્ધ્યિ જૈન કન્યા સુસંસ્કાર તીર્થમાં

રાજકોટ તા.૬: ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના મહામુલા જવાહીર પૂ. દેવ-જય-માણેક-પ્રાણ-રતિ ગુરુવર્યના પટ્ટધર શિષ્યરત્ન અનાશકતયોગી, વિશ્વવિખ્યાત આગમદિવાકર પૂ. ગુરૂદેવશ્રી જનકમુનિ મ.સા. ની ૮૬ મી જન્મજયંતી અવસરે ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. ના સાનિધ્યે એવમ્ શાસનચંદ્રીકા પૂ. હીરાબાઇ મ.ના લઘુભગિની પૂ. જયોતિબાઇ મ., ઉગ્ર તપસ્વિની પૂ. સ્મિતાબાઇ મ., વિશાળ પરિવારધારક પૂ. મુકત લીલમ ગુરુણીના સુશિષ્યાઓ પૂ. અજીતાબાઇ મ., પૂ. સુનિતાબાઇ મ., પૂ. પુર્ણાબાઇ મ., પૂ. હેમાંશીબાઇ મ., પૂ. નમ્રતાબાઇ મ. અને ડો. પૂ. પન્નાબાઇ મ.ની પ્રેરક ઉપસ્થિત અને વિશાળ સંખ્યામંા ગુરુભકિત માટે હાજર રહેલ શ્રધ્ધાવંત જીજ્ઞાસુ શ્રાવકભાઇઓ બહેનો તેમજ દાતાશ્રીઓની ઉપસ્થિત વચ્ચે સ્મૃતિભવનના હોલમાં જપ સાધનાથી ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઇ ગયેલ.

ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ.સા.ના મંગલાચરણ અને પ્રવચન પ્રભાવક પૂ. સ્મિતાબાઇ એ જપ સાધનાથી કાર્યક્રમનો મંગલ પ્રારંભ થયેલ. વર્ધમાન સેવા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ દફતરીએ સોૈનું સ્વાગત કરેલ.

આત્મદિવાકર પૂ. સુશાંતમુનિ મ.સા. તથા સાધ્વીરત્ના પૂ. પૂર્ણાબાઇ મ. એ એમના સમર્થ ગુરુભગવંત પૂ. જનકમુનિ મ.સા.ને સ્મૃતિપટ ઉપર લાવીને ભાવાંજલી અપર્ણ કરેલ હતી. હાસ્ય કલાકાર જય છનીયારાએ પણ પૂ. જનકગુરૂદેવને તેમના માર્મિક શબ્દોથી યાદ કરી સાથો સાથ હાસ્યની છોડ ઉડાડીને સોૈન મંત્રમુગ્ધ કરેલ હતા તેજ રીતે કાર્યક્રમનુ઼ સંચાલન ડોલરભાઇ કોઠારીએ કરેલ. ટ્રસ્ટી રાકેશભાઇ ગોપાણી તથા પૂ. ગુરૂદેવને શબ્દો દ્વારા યાદ કરેલ હતાં.

વિશ્વ લાયન્સ કલબના ડિસ્ટ્રીકટ ૩૨૩૨ જેના સોૈરાષ્ટ્ર અને કચ્છના ડિસ્ટ્રીકટ ગર્વનર જેવા ઉચ્ચ પદ ઉપર આરૂઢ થયેલ લાયક ચંદ્રકાંતભાઇ દફતરીનું જૈન સમાજવતી અદકેરૂ અભિવાદન ફ્રેમ અપર્ણ કરીને ચંદ્રકાંતભાઇ શેઠ, ડોલરભાઇ કોઠારી, રાકેશભાઇ ગોપાણી, જીમ્મીભાઇ, અભયભાઇ પારેખ, રાજુભાઇ દફતરી, મનોજભાઇ પારેખ, શ્રીમતી સોનલબેન ગોપાણી, સોનલબેન શાહ અને હર્ષાબેન ગણાત્રા એ કરેલ હતું.

કન્યા છાત્રાલયની દિકરીઓને દત્તક લેવા માટે અમેરીકાથી દાતાઓ તરફથી આવેલ રૂપિયા ત્રણ લાખનો ચેક શ્રીમતી સોનલબેન શાહ એ સેવા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ દફતરીને આપવામાં આવેલ.

ત્રિરંગી સામાયિક જપ સાધનામાં જોડાયેલ શ્રધ્ધાવંત ગુરુભકતોને પ્રભાવના આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમ જૈન કન્યા સુસંસ્કાર તીર્થની યાદી જણાવે છે.

(3:39 pm IST)