Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

રાજકોટ પોલીસ દ્વારા સ્પા સેન્ટરમાં દરોડા: 45 વિદેશી યુવતીઓ ઝડપાઈ

41 યુવતીઓ થાઈલેન્ડ,3 યુવતીઓ રશિયન અને 1 યુવતી કજાકિસ્તાનની છે

રાજકોટમાં પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયા બાદ શહેરમાં 50 સ્પા સેન્ટરોમાં દરોડા પાડ્યા છે. જેમાં સ્પા સેન્ટરોમાં અનેક ગેરરીતીઓ ચાલી હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યુ છે. 12 સ્પા સેન્ટરોમાં 45 વિદેશી યુવતીઓ ગેરકાયદે સ્પા સેન્ટરમાં રહેતી હોવાનું સામે આવ્યુ છે. જેમાંથી 41 યુવતીઓ થાઈલેન્ડ અને 3 યુવતીઓ રશિયન અને 1 યુવતી કજાકિસ્તાનની છે.

(12:19 pm IST)