Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર ફલેટમાં યુવતી પર રમેશ પટેલ અને સંજય પટેલે દુષ્કર્મ આચર્યુ

યુવતીને ફલેટ બતાવવાના બહાને બંને પટેલ શખ્સો સુરજગઢ રોડ પર ફલેટમાં લઇ ગયાં'તાઃ સંજય નાથાણી અને રમેશ પાનસુરીયાની ધરપકડ

રાજકોટ તા.૬: કાલાવડ રોડ ઉપર આવેલા સુરજગઢ રોડ પર એક એપાર્ટમેન્ટના ફલેટમાં રાજકોટની યુવતી પર ઙ્ગબે પટેલ શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ થતા લોધીકા પોલીસે રાજકોટના બે પટેલ શખ્સોની ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ રાજકોટમાં રહેતી યુવતીને ફલેટ બતાવવાના બહાને સંજય પટેલ અને રમેશ પટેલ એક સફેદ કલરની કારમાં બેસાડી કાલાવડ રોડ પર આવેલા સુરજગઢ રોડ પર આવેલ એક એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૨૦૩માં લઈ જઈ બન્નેએ યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવ અંગે યુવતીએ લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા મહિલા પીએસઆઈ ગઢવી અને પીએસઆઈ જે.બી. રાણા સહિતે કાલાવડ રોડ આલાપ હેરીટેજ બ્લોક નં. ડી-૭૫ માં રહેતો સંજય મોહનભાઈ નાથાણી (ઉ.વ.૪૫) અને બીગબજાર મેઈન રોડ બ્રહ્મકુંજ સોસાયટીમાં રહેતો રમેશ હંસરાજભાઈ પાનસુરીયા (ઉ.વ.૪૪)ને પકડી લઈ તપાસ હાથ ધરી છે.

(12:15 pm IST)