Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

કાલે નર્મદાના નીરથી ફરી આજી ભરાશે

સૌની યોજના અંતર્ગત રાજકોટને ૧૮૦ MCFT જળ જથ્‍થો ફાળવવાશેઃ આજે સવારે ત્રંબાથી પાણી છોડાયુઃ જળ સમસ્‍યા ટળી જશે

રાજકોટ, તા.૬: શહેરને પાણી પુરૂ પાડતા આજી-૧માં આવતીકાલ સવારનાં નર્મદાનીર ઠાલવાનું શરૂ થશે. આજે ત્રંબા સંમ્‍પથી સૌની યોજનાનું પાણી છોડવવામાં આવ્‍યુ છે.

શહેરના મુખ્‍ય જળાશય એવા આજી ડેમમાં મર્યાદીત જ જળજથ્‍થો ઉપલબ્‍ધ હોય અને આગામી દિવસોમાં અપુરતો  વરસાદ થવાના સમયે સ્‍થાનીક જળાશયમાં ઉપલબ્‍ધ મર્યાદીત જળજથ્‍થાને અનુલક્ષીને આગોતરૂ આયોજન કરવા, શહેરમાં  દૈનીક ૨૦ મીનીટ પાણી પુરવઠો સુચારૂ રૂપે  જાળવી  રાખવા માટે  મ્‍યુ.કમિશ્નર દ્વારા સરકારને પત્ર પાઠવી આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત ૧૮૦ એમસીએફટી  નર્મદાનીર  ઠાલવવા પત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી.

ગત સપ્તાહે આજી-૧ ડેમમાં સૌની યોજના હેઠળ રાજકોટને પાણી ફાળવવા ઢાંકી પંમ્‍પીંગ સ્‍ટેશનથી ં પાણી છોડવામાં  આવ્‍યુ હતુ અને આજે સવારથી ત્રંબા સમ્‍પથી આજી-૧ ડેમમાં પાણી છોડવવામાં આવ્‍યુ હોય ત્‍યારે આવતીકાલે સવાર સુધીમાં આજી-૧ ડેમ નર્મદાનીરથી ભરાવવાનું શરૂ થશે તેમ તંત્રનાં સતાવાર સુત્રોએ જણાવ્‍યુ હતુ.

(4:50 pm IST)