Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ખાદ્યતેલોમાં વધુ ૧૦ થી ૬૦ રૂપીયાનો કડાકો

પામતેલમાં ૬૦ રૂા., કપાસીયામાં ર૦ રૂા. અને સીંગતેલમાં ૧૦ રૂા. ઘટયા

રાજકોટ, તા., ૬:  વૈશ્વિક મંદીના પગલે ખાદ્યતેલોમાં આજે વધુ ૧૦ થી ૬૦ રૂપીયાનો કડાકો થયો છે. ખાસ કરીને પામતેલમાં ૬૦ રૂપીયાનો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે.

વિશ્વ માર્કેટમાં ખાદ્યતેલોમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં પણ મંદીનો દોર જારી રહયો છે. પામતેલમાં આજે એક જ ઝાટકે ૬૦ રૂપીયા ઘટી ગયા હતા. ખામતેલ લુઝના ભાવ ઘટીને ૧૧પ૦ રૂા. થઇ ગયા હતા. પામોલીન ટીનના ભાવ ૧૬૬૫થી ૧૯૭૦ રૂા. હતા તે ઘટીને ૧૯૦૫ થી ૧૯૧૦ રૂૌ. થ ગયા હતા. કપાસીયા તેલમાં ૨૦ રૂા.ના ઘટાડા સાથે કપાસીયા તેલ લુઝના ભાવ  ૧૩૪પ રૂા. હતા તે ઘટીને ૧૩રપ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ર૪પ૦ થી રપ૦૦ રૂા. હતા તે ઘટીને ર૪૩૦ થી ર૪૮૦ રૂા. થઇ ગયા હતા.

સીંગતેલમાં પણ ૧૦ રૂપીયાનો ઘટાડો થયો હતો. સીંગતેલ લુઝના ભાવ ૧પ૬૦ રૂા. હતા તે ઘટીને ૧પપ૦ અને સીંગતે નવન ટીનના ભાવ ૨૬૭૫ થી ર૭રપ રૂા. હતા. તે ઘટીને ર૬૬પ થી ર૭૧પ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

(4:48 pm IST)