Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

પૂ. ઇન્‍દુબાઇ મ.સ.નો કાલે ૧૦ મો પૂણ્‍યસ્‍મૃતિ દિવસઃ જીવદયા-માનવસેવા-ધાર્મિક અનુષ્‍ઠાનો

ગોંડલ સંપ્રદાયના ગુરૂણી મૈયા, સૌરાષ્‍ટ્રના સિંહણ, વચનસિધ્‍ધિકા : નાલંદા ઉપાશ્રયે ત્રિરંગી સામાયીક, મૌન યાત્રા, નવકારશી, પૂ. ઇન્‍દુબાઇ સ્‍વામી શરણં મમના જાપ યોજાશે

રાજકોટ તા. ૬ : ગો.સંપ્ર.ના સૌરાષ્‍ટ્રના સિંહણ ભગવાનતુલ્‍ય બા.બ્ર.પૂ.શ્રી ઇન્‍દુબાઇ મહાસતીજીની દશમી વાર્ષિક પૂણ્‍યસ્‍મૃતિ દિન નિમિતે સમગ્ર રાજકોટ લેવલે પૂણ્‍યાશ્રવાકની ત્રણ સામાયિક સાથે દિવ્‍ય જાપ, રાજકોટના આંગણે અનેરૂ આયોજન તા. ૭ ને ગુરૂવારના રોજ ભગવાનતૂલ્‍ય પૂ. મોટા સ્‍વામીનો સ્‍મૃતિદિન હોવાથી સવારે ૧૦-૩૦ થી ૧ વાગ્‍યા સુધી ત્રિરંગી સામાયિક સાથે દિવ્‍ય જાપ રાખેલ છે. તેમાં સર્વ ભાઇ-બહેનોએ સામાયિકના ઉપકરણો સાથે વ્‍હાઇટ ડ્રેસહોડમાં પહોંચવાનું છે. ૧૦-૩૦ કલાકે પાસ આપી દેવામાં આવશે.

આ આયોજનમાં ૧૦-૪પ થી ૧૧-૩૦ સુધી ઇન્‍દુબાઇ સ્‍વામી તીર્થધામથી ઇન્‍દુબાઇ સ્‍વામી ચોક સુધી શ્રદ્ધાંજલિ રૂપે ‘‘ઇન્‍દુબાઇ સ્‍વામી અમર રહો''ના નાદ સાથે મૌનયાત્રા નીકળશે તા.૭ને ગુરૂવારે સવારે સોનલ સદ્દવ્રત સમારોહ, માનવરાહતના સ્‍વધર્મી બંધુઓ માટે નવકારશીનું આયોજન ૯-૩૦ થી ૧૦-૩૦ સુધી જીવદયા મહોત્‍સવ, સહારાદાન બરાબર ૧ર-ર૦ થી ૧ર-૩૯ સુધી દિવ્‍યજાપ, દિવ્‍યજાપનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે.

સાધના કુટિરમાં અખંડજાપ યજ્ઞ સવારે ૬ થી સાંજે ૬ સુધી ચાલુ રહેશે. આ અવસરે સમારોહ તથા દિવ્‍યજાપમાં પરમ ગુરૂણી ભકતો, સેવકો, આગેવાનો, સંઘો, જૈનસમાજ, મહિલામંડળ, સેવામંડળ, સહેલીમંડળ, શિશુમંડળ, જૈન-જૈનેત્તર અનેક સાધકો ખાસ હાજરી આપશે

જયારે ૧ર-૩૯ કલાકે આ ધરતી પરથી પૂ.ગુરૂણી મૈયા વિદાય થયા અને દેવલોકમાં ડંકો દીધો ત્‍યારે દેવલોકના દેવો પણ નાચી ઉઠયા. આવો પૂણ્‍યશાળી જીવ, મહાન આત્‍મા દેવલોકમાં પધારી રહ્યો છ. તેની સાક્ષીરૂપે તે સમયે જોરદાર કેસરવર્ષા ચાલુ હતી.માટે બરાબર ૧ર-૩૯ કલાકે પૂ. મોટા સ્‍વામીના પરમ ગુરૂણી ભકતો પૂ. ઇન્‍દુબાઇ સ્‍વામી શરણં મમના જાપ ઉભા-ઉભા કરશે.

ગો.સંપ્ર.ના ગુરૂણી મૈયા સૌરાષ્‍ટ્ર સિંહણ, તીર્થસ્‍વરૂપા, વચનસિધ્‍ધિકા, ભગવાનતુલ્‍ય બા.બ્ર.પૂ.શ્રી ઇન્‍દુબાઇ મહાસતીજીએ તા.૭/૭/૧રના રોજ દેવલોક ગમન કરેલ.

અજરામર સંપ્રદાય તથા ગોંડલ સંપ્રદાય વચ્‍ચે સુમેળભર્યા સંબંધો પુનઃ પ્રસ્‍થાપિત કરવામાં પૂ. ઇન્‍દુબાઇ મહાસતીજીએ મહામુલુ માર્ગદર્શન આપી સમાજ એકત્રીકરણનુ ભવ્‍ય કાર્ય કરેલ રાજકોટ મ્‍યુ.કોર્પોરેશને પણ રાજકોટના ગૌરવપથ કાલાવડ રોડ સ્‍થિત ચોકનું નામ બા.બ્ર.પૂ.ઇન્‍દુબાઇ મહાસતીજી ચોક, નામકરણ કરી ચિરઃ સ્‍મૃતિ સ્‍થાપિત કરી સ્‍મરણાંજલી અર્પણ કરેલ. માત્ર જૈન સમાજનો જ નહિ પરંતુ અઢારે આલમમાં પૂ. ઇન્‍દુબાઇ મહાસતીજી પ્રત્‍યે અહોભાવ હતો.

ગોંડલ સંપ્રદાયના સૌરાષ્‍ટ્રના સિંહણના ઉપનામથી વિશ્વમાં સુવિખ્‍યાત બનેલા તીર્થસ્‍વરૂપા સાધ્‍વીરત્‍ના પૂ.શ્રી ઇન્‍દુબાઇ મહાસતીજીની કાલે તા. ૭ ના દશમી પૂણ્‍યતિથી છે. શરદપૂનમના પવિત્ર દિવસે તા.૧૪/૧૦/૧૯૩ર ના કાલાવડની ધન્‍યધારા ઉપર પૂ. ઇન્‍દુબાઇ મ.સ.નો જન્‍મ થયેલ. અષ્‍ટમંગલ સમાન ચાર ભાઇઓ અને ચાર બહેનોમાં પૂ. ઇન્‍દુબાઇ સ્‍વામી સૌથી મોટા હતા. જામનગરના પૂર્વ મેયર લીલાધરભાઇ પટેલ પૂ. સ્‍વામીના લઘુબાંધવ હતા પિતાશ્રી પ્રાણજીવનભાઇ તથા માતુશ્રી ચંપાબહેન પ્રાણજીવનભાઇ પટેલના પનોતા પુત્રી હતા.

મહાસુદ તેરસ તા.૧૯/ર/પ૧ ના દિવસે કાલાવડની પાવનભૂમિ ઉપર દોમદોમ સાહેબીની અને સુખોને એકજ ઝાટકે છોડી પ્રભુ મહાવીરના ત્‍યાગ માર્ગનો કાંટાળો પંથ પસંદ કરી સૌને ચોંકાવી દિધેલ.

દાનધર્મની તેઓની પ્રેરણાથી અનેક શાતાકારી ધર્મ સંકુલોનું  નિર્માણ થયું પૂ. ઇન્‍દુબાઇ મહાસતીજીના સંસ્‍મરણો રાજકોટ નાલંદા તીર્થધામ ખાતે બીરાજમાન સાધ્‍વી રત્‍ના પૂ. રંજનજી મહાસતીજી, પૂ. સોનલજી મહાસતીજી આદિ સાધ્‍વી રત્‍નાઓ પાસે શ્રવણ કરીએ તો એક અદ્દભૂત શકિત સંચારની અનુભૂતિ થયા વગર રહે નહી.

ગોંડલ ગાદીના ઉપાશ્રય લોકાર્પણના શુભ દિવસે લગભગ ૧૦૮ સંઘો તથા હજારો ભાવિકોની પ્રેરક ઉપસ્‍થિતમાં પૂ. ઇન્‍દુબાઇ મહાસતીજીની શૌર્યતા, નીડરતા, સાહસ વગેરે નિહાળી ‘‘સૌરાષ્‍ટ્ર સિંહણ''નું બિરૂદ વિ.સ. ર૦૪૦ ઇ.સ.૧૯૮૪ આસો સુદ તેરસ તા.૭/૧૦/૮૪ રવિવારે આપવામાં આવ્‍યું અને આ સાથે આજ દિવસે ગોંડલના ગાદીના ઉપાશ્રયનું સંઘ તથા મહાસંઘની હાજરીમાં ઉદ્દઘાટન તથા લોકાર્પણ કરવામાં આવેલ.

(3:40 pm IST)