Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

એએસઆઇના સસ્પેન્શન સામે વિરોધનો સુર નોંધાવતી કરણી સેના

રાજકોટ, તા., ૬ : કુવાડવા પોલીસ સ્ટેશનના એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજાએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું કે ગુજરાત સરકારના મંત્રીશ્રીના સગાના ઘેર રેડ પાડવામાં આવ્યા બાદ ગ્રજગ્રાહ રાખી આ પગલુ ભરવામાં આવ્યું છે જેનો કરણી સેના અને ક્ષત્રીય સમાજ વખોડી કાઢે છે. પોલીસનું મોરલ ડાઉન ન થાય તે જોવાનું કામ રાજયના પોલીસ વડા અને ગૃહમંત્રીનું છે તે બારામાં  તેમની સમક્ષ રજુઆત કરવામાં આવશે.

(3:23 pm IST)