Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

જળ પ્રલય, આગજની, ધરતીકંપ સહિતની આફતોમાં બચાવ સંદર્ભે રાજકોટમાં ફઝ્રય્જ્ ટીમ તૈનાત : વિદ્યાર્થીઓ સમક્ષ ડેમોસ્ટ્રેશન

રાજકોટ તા. ૬ જુલાઈ - રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં તા. ૧૮ જુલાઈ સુધી વિવિધ સ્થળે એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા જળ પ્રલય, ધરતીકંપ, આગજની સહીત વિવિધ આફત સમયે લોકોનો બચાવ કેવી રીતે કરી શકાય તે બાબતે જન - જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે, રાજકોટના ફઝ્રય્જ્ ની બે ટીમ તૈનાત છે.

જે અંતર્ગત ગીતાંજલિ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એન.ડી. આર.એફ. રાજકોટ ટીમ દ્વારા નિદર્શન તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોલેજના છત્રોએ ભાગ લીધો હતો.વી. વી. પ્રસન્ના સિકસ બટાલિયન કમાન્ડમેન્ટ એન.ડી.આર.એફ. ના ઇન્સ્પેકટર શ્રી ભરતકુમાર મૌર્ય તેમજ ટીમ દ્વારા કોલેજના છાત્રોને વિવિધ સાધન સરંજામ સાથે ફ્લડ, ધરતીકંપ, સી.પી.આર. પ્રાથમિક સારવાર સહિતની બચાવની કામગીરી તેમજ આગજની બનાવમાં ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ સહીતનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ટીમ દ્વારા કોરોના મહામારી અનુસંધાને કોરોનાથી બચવા અને તેનો ફેલાવો અટકાવવા પણ માર્ગદર્શન પૂરું પાડયું હતું.

આ તકે કોલેજના પ્રિન્સિપાલ શ્રી શૈલેષ જાની, પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતાં.

(3:22 pm IST)