Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ધસમસતા પાણીને કારણે વીજતંત્રના પ થાંભલા જમીન દોસ્ત

રાજકોટઃ શહેરમાં પડી રહેલા ભારે વરસાદને કારણે આજે સવારે વીજતંત્રના ૪ થી પ થાંભલા કુવાડવા રોડ ઉપર આવેલ ડીમાર્ટની બાજુની શેરીમાં પડી જતા જીઇબીની ટીમોને જીવતા વાયર સંદર્ભે દોડધામ થઇ પડી હતી, સર્કલ ઇજનેર શ્રી પૂજારાએ તાકીદે પોતાની ટીમો દોડાવી હતી, આવાસ યોજનાની સામે આ ઘટના બની હતી, જો કે કોઇ મોટુ નુકશાન કે જાનહાની નહિ હોવાનું અધિકારી સુત્રોએ ઉમેર્યું હતું.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:47 pm IST)