Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સ્કોલરશીપના સંગાથે શિક્ષણ મેળવો અને સંશોધન કરોઃ ધારેલુ લક્ષ્ય પ્રાપ્ત કરો

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

 ધોરણ ૯ થી ૧ર ના સાયન્સ-કોમર્સના વિદ્યાર્થીઓ રોકડ ઇનામ સાથે ફ્રી ઓનલાઇન લર્નિંગ પ્રોગ્રામમાં જોડાઇ શકે છે : MBA કરતા વિદ્યાર્થીઓ માટે તથા M.E./M.Tech, ફીઝીકસ, એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફીઝીકસ, સ્પેસ ફીઝીકસમાં ઉતિર્ણ થયેલ

રાજકોટ તા. ૬ : ઉચ્ચ શિક્ષણ તથા સમાજોયોગી સંશોધન દ્વારા ઉજ્જવળ કારકિર્દિનું ઘડતર કરી શકાય છે. સમગ્ર વિશ્વસમાં દિવસે-દિવસે માહિતી, જ્ઞાન તથા શિક્ષણનું મહત્વ સતત વધતું જાય છે. હરીફાઇના આજના યુગમાં જો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા તથા સંશોધન કરવા ઉપયોગી સ્કોલરશીપ મળી જાય તો ચોક્કસપણે સોનામાં સુગંધ ભળી જાય. હાલમાં પણ વિવિધ ક્ષેત્રે શિષ્યવૃતિ મળી રહી છે. આ તમામ સ્કોલરશીપ ઉપર એક નજર કરીએ તો....

. ટોપર આશા પ્રોગ્રામ અંતર્ગત દેશના તેજસ્વી અને આર્થિક સહયોગ ઇચ્છતા વિદ્યાર્થી પાસેથી ફ્રી ઓનલાઇન લર્નિંગ તથા રીવોર્ડ પ્રોગ્રામ માટે અરજી મંગાવાઇ છે. માઇકલ અને સુજેન ડેલ ફાઉન્ડેશન દ્વારા સહયોગી એવા આ પ્રોગ્રામ માટે ધોરણ ૧ થી ૧ર સુધીના વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ઓનલાઇન લર્નિંગ એજ્યુકેશન માટે આર્થિક સહયોગ મેળવી શકે છે.

-અરજી કરવા માટેની પાત્રતા

સાયન્સ તથા કોમર્સ સ્ટ્રીમમાં ભણતા ધોરણ ૯ થી ૧ર સુધીના વિદ્યાર્થીઓ કે જેની પાસે સ્માર્ટફોન, લેપટોપ, અથવા તો પર્સનલ કમ્પ્યુટર હોય અને જેઓ અંગ્રેજીમાં એસેસમેન્ટ ટેસ્ટસ આપી શકે તથા જેઓના પરિવારની વાર્ષિક આવક ૩ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ આ ફ્રી ઓનલાઇન લર્નિંગ પ્રોગ્રામ માટે તારીખ ૧પ/૭/ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

પસંદ થનાર વિદ્યાર્થીઓને એન્યુઅલ ટોપર એડવાન્સ પેક સબસ્ક્રીપ્શન તથા તેઓના પર્ફોમન્સના આધારે ૧૦ હજાર રૂપિયા સુધીનો રીવોર્ડ મળશે.

- અરજી કરવા માટેની લીંક

 www.b4s.in/akila/ TOS1

. IDFC ફર્સ્ટ બેન્ક MBA સ્કોલરશીપ ર૦ર૦-રર અંતર્ગત IDFC ફર્સ્ટ બેન્ક દ્વારા MBA કરતા ભારતીય વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ મળે છે આ સ્કોલરશીપ દેશના પસંદગીની૧પ૦ સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે આર્થિક સહયોગ ઇચ્છતા MBA કરતા વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ પુરૂ કરી શકે તે હેતું રહેલો છે.

-અરજી કરવા માટેની પાત્રતા

સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ કે જેઓએ દ્વારા ફંડીંગ કરવામાં આવતા પ્રોજેકટ ઉપર કાર્ય કરવાનું છે. પ્રોજેકટનું ટાઇટલ 'ઇન્વેસ્ટીગેશન, ડીઝાઇન એન્ડ ઇમ્પ્લીમેન્ટેશન ઓફ મલ્ટીફંકશનલ 5G એન્ટેના સિસ્ટમ ફોર કોગ્નિટીવ રેડીયો એમએમ-વેવ એપ્લીકેશન્સ' છે.

-અરજી કરવા માટેની પાત્રતા

સિનિયર ફેલો માટે વિદ્યાર્થીઓ પાસે RF તથા માઇક્રોવેવ એન્જીનીયરીંગ અથવા તો તેના સમકક્ષ ક્ષેત્રમાં એમ.ઇ./એમ.ટેકની ડીગ્રી હોવી જોઇએ. જુનિયર માટે ફીઝીકસ, એસ્ટ્રોનોમી તથા એસ્ટ્રીફીઝીકસ, સ્પેસ ફીઝીકસમાં એમ.એસ.સી. અથવા તો ફીઝીકસમાં M.sc અથવા MS ઇન્ટીગ્રેટેડ ડીગ્રી જરૂરી છે ઉમેદવારની ચાલુ વર્ષમાં શૈક્ષણિક સત્રમાં MBA ના પ્રથમ વર્ષમાં એડમીશન લીધું હોય તથા જે વિદ્યાર્થીની પારિવારીક વાર્ષિક આવક ૬ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ આ સ્કોલરશીપ માટે ૩૧/૭/ર૦ તારીખ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છ.ે પસંદ થનાર વિદ્યાર્થીઓને ટયુશન ફી રૂપે અભ્યાસ દરમ્યાન વાર્ષિક એક લાખ રૂપિયા બે વર્ષ સુધી મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

 www.b4s.in/akila/BDM3/IFMS2

. ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા IIST તિરૂવનંતપુરમ ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસ જુનિયર-સિનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૦ અંતર્ગત સ્પેસ વિભાગ તિરૂવનંતીપુરમાંં માટે DST-SERB ઉંમર ૩પ વર્ષ નીચે હોવી જરૂરી છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૬/૭/ર૦ર૦ છે. પસંદ થનાર સિનિયર ફેલોઝને માસિક ૩પ હજાર રૂપિયા અને HRA તથા જુનિયર ફેલોઝને માસિક ૩૧ હજાર રૂપિયા તથા અન્ય લાભો મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

 www.b4s.in/akila/ II07

 હાલના ઓનલાઇન એજ્યુકેશન-લર્નિંગના જમાનામાં ધોરણ ૯ થી ૧ર ના વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓનલાઇન શિક્ષણ ઉપલબ્ધ છે. ઉપરાંત MBA કરતા વિદ્યાર્થીઓ તથા સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે રીસર્ચ વર્ક કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ફેલોશીપ ઉપલબ્ધ છ.ે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે સૌને ઓલધ બેસ્ટ

(11:52 am IST)