Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રાજકોટ સહિત ૭ જિલ્લાના ડેમો ઉપર મેઘાની મહેર : ૪૩ ડેમોમાં ૦ાા થી ૨૨ ફૂટ નવા પાણી : પોરબંદરનો સોરઠી ડેમ છલકાયો

આજી-૧માં ૨ાા ફૂટ : ન્યારી-૧માં સવા ફૂટ તો વેણુ-૨ ડેમમાં ૧૧ ફુટ પાણીની ધોધમાર આવકઃ જામનગરના રૂપાવટીમાં ૧૦ ફૂટ નવુ પાણી ઠલવાયુ : દ્વારકા જિલ્લાના ખંભાળીયા પંથકના ઘી ડેમમાં ૭ ફૂટની જોરદાર આવકઃ દ્વારકાના શેઢા ભાડથરીમાં એકી સાથે ૨૨ ફૂટ નવુ પાણી આવતા કોરો ધાકોડ રહેલો ડેમ જીવંત બન્યોઃ જીવંત સપાટી ૮ાા ફુટે પહોંચી

રાજકોટ તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ચારે બાજુ મેઘાએ મહેર કરતા ડેમોમાં નવા નીર છલકી ઉઠયા છે, રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી જિલ્લાના કુલ ૪૩ ડેમોમાં ૦ાા થી ૨૨ ફુટ નવા પાણી મેઘરાજાએ ઠાલવતા લોકોમાં ખુશાલીની લહેર દોડી ગઇ છે.

પોરબંદરનો સોરઠી ડેમ છલકાયો છે, તો આજી-૧માં ૨ાા ફૂટ, ન્યારી-૧માં સવા ફૂટ, ભાદરમાં ૦.૨૦ અને રાજકોટ જિલ્લાના વેણુ-૨ ડેમમાં ૧૧ ફૂટ પાણીની ધોધમાર આવક થઇ છે.

જામનગરના રૂપાવટીમાં ૧૦ ફુટ નવુ પાણી આવ્યું છે, તો દ્વારકા જિલ્લાના ખંભાળીયા નજીકના ઘી ડેમમાં સચરાચર ૭ ફૂટ નવા પાણી આવતા ખુશાલી છવાઇ હતી.

અત્રે એ નોંધનીય બનાવ એ છે કે દ્વારકાના શેઢા ભાડથરી ડેમમાં એકી સાથે ૨૨ ફૂટ નવુ પાણી આવતા કોરોધાકોડ રહેલો ડેમ જીવંત બન્યો છે, હાલ જીવંત સપાટી ૮ાા ફૂટે પહોંચી છે, ૧૫ ફૂટે આ ડેમ છલકાય છે, ૨૨ ફૂટમાંથી ૧૪ ફૂટ પાણી ડેડ વોટર તરીકે હોય તે સિંચાઇના કન્ટ્રોલ રૂમમાં નોંધાયું નથી.

અત્રે દરેક જિલ્લાના ડેમોમાં થયેલ પાણીનો વધારો આ મુજબ છે.

રાજકોટ જિલ્લો

ડેમનું નામ

૨૪ કલાકમાં  થયેલ વધારો ફૂટમાં

હાલની કુલ સપાટી ફૂટમાં

ભાદર

૦.૨૦

૨૦.૧૦

મોજ

૩.૦૨

૨૬.૬૦

ફોફળ

૧.૩૧

૧૪.૬૦

વેણુ-૨

૧૧.૦૦

૧૫.૩૦

આજી-૧

૨.૬૨

૨૩.૧૦

આજી-૨

૧.૨૧

૨૭.૦૦

આજી-૩

૦.૯૮

૧૩.૦૦

સોડવદર

૦.૪૯

૮.૦૦

સૂરવો

૦.૪૯

૧૫.૭૦

ન્યારી-૧

૧.૧૫

૧૭.૯૦

ન્યારી-૨

૦.૧૬

૧૪.૯૦

ફાડદંગબેરી

૧.૬૪

૫.૦૦

લાલપરી

૦.૨૦

૧૦.૮૦

છાપરવાડી-૨

૧.૬૪

-

ભાદર-૨

૦.૮૨

૧૨.૨૦

મોરબી જિલ્લો

મચ્છુ-૧

૦.૯૨

૨૨.૧૦

ડેમી-૧

૦.૧૩

૧૧.૫૦

ડેમી-૨

૦.૩૩

૯.૨૦

બંગાવડી

૨.૬૨

૪.૨૦

જામનગર જિલ્લો

ફલઝર-૧

૬.૧૪

૧૪.૫૦

સપડા

૨.૧૩

૮.૮૦

ફૂલઝર-૨

૧.૯૪

૩.૨૦

ડાઇમીણસર

૩.૩૮

૭.૮૦

ઉંડ-૩

૨.૪૬

૭.૫૦

ઉંડ-૧

૧.૧૫

૭.૫૦

કંકાવટી

૫.૯૭

૨.૦૦

ફલઝર(કો.બા.)

૮.૪૬

૧૫.૧૦

રૂપાવટી

૧૦.૦૪

૧.૦૦

દ્વારકા જિલ્લો

ઘી

૭.૦૦

૧૬.૦૦

વર્તુ-૧

૧.૪૮

૮.૦૦

ગઢકી

૮.૫૩

૧૨.૦૦

વર્તુ-૨

૮.૧૪

૧૨.૦૦

શેઢા ભાડથરી

૨૧.૪૯

૮.૪૦

વેસડી-૧

૨.૯૫

૧૨.૧૦

સીંધણી

૧૦.૯૯

૧૧.૦૦

કાબરકા

૨.૬૨

૨.૦૦

વેરાડી-૨

૩.૧૨

૧૫.૬૦

મીણસાર

૫.૨૫

૨૦.૭૦

સુરેન્દ્રનગર જિલ્લો

વાંસલ

૧.૪૮

૮.૨૦

ત્રિવેણી ઠાંગા

૦.૯૮

૧૫.૬૦

લીંબડી ભોગાવો-૨

૦.૩૩

-

પોરબંદર જિલ્લો

 

 

સોરઠી

૬.૦૦

૧૮.૯૦ (ઓવરફલો)

અમરેલી જિલ્લો

સાકરોલી

૦.૫૯

૧૩.૦૦

(11:50 am IST)