Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

મ્યુ.કમિશ્નરના બંગલે ફરજ બજાવતા ગાર્ડને કોરોના થતા ૯ કર્મીઓ હોમ કોરોન્ટાઇન

વિજીલન્સ કર્મચારી રમેશ વાવેશાનો ગઇકાલે રિપોર્ટ પોઝિટિવ જાહેર થયોઃ ઉદીત અગ્રવાલ ગાર્ડના સીધા સંપર્કમાં નહી હોવાથી સંપુર્ણ સ્વસ્થ

રાજકોટ,તા.૬: સમગ્ર ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે રાજકોટ બાકાત નથી. ગઇકાલે શહેરમાં અ..ધ..ધ..ધ ૨૧ કેસ નોંધાયા હતા.જેમાં મ્યુ.કમિશ્નર બંગલે ફરજ બજાવતા મ્યુ.કોર્પોરેશનનાં વિજીલન્સનાં કર્મચારી કોરોનાની ઝપટે ચડતા તેમની સાથે ફરજ બજાવતા ૮ કર્મચારીઓ અને ૧ ચોકીદાર સહિત ૯ લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરનાં રામકૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મ્યુ.કોર્પોરેશનનાં બંગલે ફરજ બજાવતા મ્યુ.કોર્પોરેશનનાં વીજીલન્સનાં કર્મચારી અને નવાગામ-ખોડીયાર પાર્કમાં રહેતા રમેશભાઇ વાવેશા(ઉ.વ-૫૮)ને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ગઇકાલે આ રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો.

તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથે ફરજ બજાવતા વિજીલન્સનાં ૮કર્મચારીઓ અને એક ચોકીદાર સહિત ૯ લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.

આ અંગે મ્યુ.કમિશ્નરે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, હું ગાર્ડનાં સીધા સંપર્ક નહિ હોવાથી કોરોન્ટાઇન કે સેમ્પલ કરાવાની કોઇ વાત જ નથી. હું સંપુર્ણ સ્વસ્થ છુ.

ઉપરોકત તસ્વીરમાં શહેરનાં રામકૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મ્યુ.કમિશ્નર બંગલો નજરે પડે છે.(તસ્વીર- અશોક બગથરીયા)

(2:54 pm IST)