Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

માર્કેટીંગયાર્ડ વિસ્તારમાં પાણી ચોરી અટકાવવા ચેકીંગઃ ૮ ગેરકાયદે કનેકશન ઝડપાયા

રાજકોટ તા. ૬ : શહેરમાં પાણી ચોરીની પ્રવૃતિ અટકાવવા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર નળ કનેકશન અનેડાયરેકટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં  મ્યુ કોર્પોરેશનની વોટર વર્કસ શાખાની ટીમ દ્વારા શહેરના વોર્ડ નં. ૬માં આવેલ સોસાયટીઓમાં ચેકિંગ કરવામાંં આવેલ હતંુ. ચેકિંગ દરમ્યાન ૮  ગેરકાયદેસર નળ કનેકશન કરતા આસામીઓ પકડાયેલ અને નળ કનેકશન કપાત કરવામાં આવ્યા હતા.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહીતી મુજબ વોર્ડ નં.૬માં આવેલ બેટ દ્વારકા સાગરનગર, માર્કેટીંગ યાર્ડ પાસેના વિસ્તારમાં ચેકિંગ દરમ્યાન ૮ આસામીઓને ત્યાંથી ગેરકાયદેસર નળ કનેકશન મળી આવેલ હતા. જેમાં (૧) ડાયાભાઇ સોહા, (ર) અમૃતભાઇ,(૩) મેરૂભાઇ સામંતભાઇ ગીડા અને (૮) બેચરભાઇ હણ આસમીઓનો સમાવેશ થાય છ.ે ગેરકાયદેસર મળેલ તમામ નળ કનેકશનને રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કપાત કરવામાં આવ્યા હતા.

(3:47 pm IST)