Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

શહેરમાં વિવિધ વિસ્તારમાં હવામાન સેન્સરો શોભાના ગાંઠિયાઃ ગાયત્રીબા

કરોડોના ખર્ચે લગાવેલા ૩૧ પૈકી ૧૯ સેન્સમાં મોટાભાગના બંધઃ જવાબદાર અધિકારીઓ અને કંપની સામે પગલા લેવા કોંગી કોર્પોરેટરની માંગ

કયા કયા સેન્શરો બંધઃ શહેરમાં કયા સ્થળે કઇ તારીખે સેન્સર બંધ હતા તેનો કોમ્પ્યુટરાઇઝાડ ગ્રાફ ગાયત્રીબાએ પુરાવારૂપે રજુ કર્યો હતો જે તસ્વીરમાં દર્શાય છે.

રાજકોટ તા. ૬ : શહેરના વિધિ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે આઇ .વે.પોઝેકટ અંતર્ગત શહેરમાં કલાઇમેક્ષ (વાતાવરણ તાપમાન પદુષણ) ની જાણકારી માટે લગાવવામાં આવેલ.

૧૯ સન્સરો પૈકીના આઇ.ઓ.ટી.ના મોાટા ભાગના સેન્સરો મહિનાઓથી બંધ હાલતમાં હોવાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા કરવામાં આવ્યો છ.ે

આ અંગે ગાયત્રીબાએ જણાવ્યું હતું કે સ્માર્ટ સીટીની વાતો કરનાર તંત્ર દ્વારા માત્ર પ્રજાના ટેક્ષના પૈસામાંથી કરોડો રૂપિયાના પ્રોજેકટો બનાવવામાં આવે છે અને ખાનગી કંપનીઓ સાથે કરારો કરી આવા પ્રોજેકટો સોંપી દિધા બાદ ટેન્ડરની શરતો મુજબ અધિકારી કે પદાધિકારી દ્વારા કયારેય કામગીરી થાય છે કે નહિ તેની દરકાર લેવામાં આવતી નથી જેથી પ્રજાના ટેક્ષના કરોડો રૂપિયાનો વ્યય થતો હોય એવો આરોપ કર્યો હતો.

આઇ વે પ્રોજેકટ અંતર્ગત ટેન્ડરની શર્ત મુજબ સમગ્ર શહેરમાં એક કરોડના ખર્ચે પચાસ આઇઓટી સેન્સર ખરીદવાના હતા અને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આ સેન્સરો લગાડવાના હતા પરંતુ  તંત્ર અને કંપનીની મીલી ભગતથી પ્રોજેકટ અમલમાં આવે  બે થી ત્રણ વર્ષ જેવો સમય થવા આવશે છતા આ પ્રકારની માત્ર ૧૯ સેન્સરોજ શહેરમાં લાવવામાં આવ્યા છે. બાકીના ૩૧ સેન્સરોનો તો કોઇ અતો પતો પણ નથી. આ જે ૧૯ સેન્સરો શહેરના જુદા જુદા ચોકમાં લગાવવામાં આવ્યા છે. તે સેન્સરો મારફત આધુનિક પધ્ધતીથી શહેરના જુદા જુદા વિસ્તારોનું કલાઇમેક્ષ (વાતાવરણ)ની જાણકારી મેળવવાની હોય છે. જેમાં તાપમાન-હવામાં ભેજ -હવા શ્વાસલેવા યુકત છે કે નહી તેની જાણકારી જેવી કામગીરી આ સેન્સર મારફત થતી હોય છે માટે મનપા દ્વારા પ્રજાના ટેક્ષના પૈસામાંથી હનીવેલ નામની કંપનીને ઓપરેશન મેન્ટેનન્સ પગાર ખર્ચના રૂપીયા ૪ થી પ લાખ માસીક ધોરણે ચુકવવામાં આવે છે. આ સેન્સરો દ્વારા મીનીટ-મીનીટની માહીતી અપડેટ થતી હોય છે. ત્યારે આ ૧૯ પૈકીના માધાપર ચોકડી પાસે આવેલું સેન્સર તા.૧પ જુનથી ૩૦ જુન સુધી બંધ હતું. જેમાં રાજકોટ રેલ્વે સ્ટેશન પાસે આવેલુ સેન્સર તા.૮ થી અત્યાર સુધી કોઠારીયા ગામ પાસે આવેલુ સેન્સર ૧ જુલાઇ ૧૧, ૪ જુલાઇ સુધી , આરએમસી ઓફીસ ઇસ્ટ ઝોન પાસે આવેલ સેન્સર ૪ જુલાઇથી બંધ છે. મનપાના આ કામના જવાબદાર અંતમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું કે અધીકારી દ્વારા કે આ કામ સંભાળતી કંપની દ્વારા લેશમાત્ર દરકાર લેવામાં નથી આવી ખરેખર ટેન્ડરની શરતો મુજબ આ પ્રકારના સેન્સરો જો બંધ  થાય તો ટેકનીકલ કારણોસર અમુક કલાકો સુધી એને રીપેરીંગ માટેની છુટ છાટ હોય છે. પરંતુ આટલા દિવસો સુધી બંધ રહે ત્યારે નિયમ અનુસાર ટેન્ડરની શરતો મુજબ જે-તે કંપનીને પેનલ્ટી કરવાની હોય છે અને જવાબદાર અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી કંપનીએ કરેલ રિપેરીંગની કામગીરી કે ખરાબ સેન્સરો રીપ્લેશ (બદલવા) કરવાના હોય છે પરંતુ આ સમગ્ર પ્રકરણમાં કંપની દ્વારા આ સેન્સરો રીપેર બદલવામાં નથી આવ્યા. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા મ્યુ.કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.(૧.૨૬)

(3:46 pm IST)