Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

મિલ્કત ભાડાવાળુ મકાનનો ખાલી કબજો મેળવવાનો દાવો રદ્દ કરતી કોર્ટ

રાજકોટ, તા. ૬ : શહેરના જનતા સોસાયટીમાં કિંમતી મિલ્કત ભાડાવાળુ મકાનનો ખાલી કબ્જો મેળવવાનો દાવો રદ્દ કરતી સિવિલ કોર્ટે કરતો હુકમ કરેલ છે.

રાજકોટમાં જનતા સોસાયટી સામે 'કુસુમ' આવેલ મકાનના માલિક ખીમજીભાઈ કુરજીભાઈ કાનાણીના કુ.મુ. પ્રેમીલાબેન માધવજીભાઈ તન્નાએ તેમની માલિકી કબજા ભોગવટાનું મકાન આવેલ છે. તેના ભાડુઆતો ગુજરનાર નિપુલભાઈ પારેખના વારસો આરતીબેન પારેખ વગેરેની સામે ભાડાવાળી જગ્યા ઉપરોકત મકાન ખાલી કરી આપવા તથા ચડત ભાડુ રૂ.૧,૫૮,૪૦૦/- વસુલ મેળવવા તથા માસિક ભાડુ રૂ.૧,૨૦૦/- લેખે પ્રથમથી આજદિન સુધીનો મીન્સ પ્રોફીટના માંગેલા.

સદરહુ દાવામાં પ્રતિવાદીઓ તરફે રાજકોટના વિદ્યવાન વકીલશ્રી હર્ષદકુમાર એસ.માણેક દ્વારા જવાબ વાંધા વિગતવાર રજૂ કરેલ. તેમજ જરૂરી દસ્તાવેજી પુરાવા, આધારો રજૂ કરેલ દાવામાં તદ્દન ખોટી અને ઉભી કરેલી હકીકતો દર્શાવેલ છે.

તમામ સંજોગો ધ્યાને લઈ વાદીઓ તેનો દાવો સાબિત કરવામાં તદ્દન નિષ્ફળ ગયેલ છે. તેવી તમામ હર્ષદકુમાર એસ.માણેકની દલીલો ધ્યાને લઈ, માન્ય કરીને, રાજકોટના સિવિલ જજ સાહેબશ્રી એમ.વી.ચૌહાણ સાહેબે વાદીનો દાવો રીજેકટ કરી નાખેલ છે.

આ કામમાં પ્રતિવાદી- ભાડુઆત આરતીબેન નિપુલભાઈ પારેખ તરફથી રાજકોટના જાણીતા યુવાન ધારાશાસ્ત્રી હર્ષદકુમાર એસ.માણેક, જયકૃષ્ણ વી.માકડીયા, સોનલબેન ગોંડલીયા જાગૃતિબેન કેલૈયા રોકાયેલા છે.

(3:41 pm IST)