Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

યુનિવર્સિટી રોડ અને નાણાંવટી ચોક પાસેથી બે શખ્સો દારૂ સાથે ઝડપાયા

ફારૂન શેખ ૧૮ બોટલ સાથે અને મયંક કારીયા ૩ બોટલ સાથે પકડાયો

રાજકોટ, તા.૬: શહેરના યુનિર્વસિટી રોડ પર જીઇબીની ઓફીસ પાછળથી મુસ્લીમ શખ્સ દારૂની ૧૮ બોટલ સાથે અને નાણાવટી ચોક પાસેથી એક શખ્સને દારૂની ત્રણ બોટલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ.એ.એલ. આચાર્યનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. રબારી, હેડ કોન્સ હરેશભાઇ, રાજેશભાઇ, હરપાલસિંહ, રવિરાજસિંહ, મુકેશભાઇ તથા પુષ્પરાજસિંહ તથા રાવતભાઇ ડાંગર સહિત પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે યુનિર્વસિટી રોડ પર જી.ઇ.બીની ઓફીસ પાછળ પેરેમાઉન્ટ પાર્ક શેરી નં.૪માં એકટીવા લઇને નીકળેલ શખ્સને રોકી તલાસી લેતા એકટીવામાંથી દારૂની ૧૮ બોટલ મળી આવતા હારૂન કાસમભાઇ શેખ (ઉ.વ.૩૦) (રહે.પેરેમાઉન્ટ સોસાયટી શેરી નં.૩ મૂળ જેતપૂર) ને પકડી લીધો હતો. જયારે બીજા દરોડામાં ગાંધગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ પ્રશાંતભાઇ અને કોન્સ દિવ્યરાજસિંહ સહિતે નાણાવટી ચોક ())) કોમ્પલેક્ષ પાસેથી મયંક જગદીશ કારીયા (ઉ.વ.૨૭) (રહે. પ૦ ફુટ રોડ ડીમાર્ટવાળી શેરી, કુવાડવા રોડ, આવાસ યોજના કવાર્ટર) ને જી.જે.૩ બીયુ-૯૨૭૭ નંબરની રીક્ષામાંથી દારૂની ત્રણ બોટલ સાથે પકડી લીધો હતો.(૨૩.૧૪)

(3:32 pm IST)