Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં ચબુતરાના સ્થળે ખાડા કરવા જેસીબી બોલાવાતા લતાવાસીઓ અને જીવદયા પ્રેમીઓ વચ્ચે રકઝક

રાજકોટ :. શહેરના કાલાવડ રોડ પર આવેલ હાઉસીંગ બોર્ડ સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં વર્ષો જૂનો ચબુતરો ગઈકાલે તંત્રવાહકોએ તોડી પાડયા બાદ આજે આ ચબુતરાના સ્થળે જેસીબી મશીનથી ખાડા ખોદવાની કામગીરી શરૂ થતા જ આ સ્થળે વર્ષોથી કબુતરોને ચણ નાખતા જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક લોકો વચ્ચે રકઝકના દ્રશ્યો સર્જાયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. નોંધનીય છે કે, સોસાયટીના રહેવાસીઓ આ સ્થળે બગીચો બનાવવા ઈચ્છે છે તે માટે અહીંનો વર્ષો જૂનો ચબુતરો તોડી પાડી અને અબોલ પંખીઓનો આશરો છીનવાઈ જતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે અને આથી આ સ્થળે ચબુતરો યથાવત રહે તેવી માંગ જીવદયાપ્રેમીઓમાં ઉઠી રહી છે અને તેના કારણે જ અહીંની કામગીરી અટકાવવામાં આવી રહી છે તેમ લોકોમાં ચર્ચાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૧૭)

(4:03 pm IST)