Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સામાકાંઠા વિસ્તારમાંથી ૪૧ કિલો પ્લાસ્ટીક જપ્ત : ૧૮ હજારનો દંડ

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા  શહેરમાં પ્લાસ્ટીકની કોઇપણ પ્રકારની કેરી બેગના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાના અમલ અર્થે આજ રોજ પુર્વ-ઝોનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, કોઠારીયા રોડ વગેરે પર કેરી બેગ જપ્ત કરી ૧૮ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. આ કામગીરી કમિશ્નરની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નરશ્રી સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેર જીજ્ઞેશ વાઘેલા, મદદનીશ પર્યાવરણ ઇજનેર વિલાસબેન ચિકાણી તથા વોર્ડના એસ. આઈ. ડી. કે. સીંધવ, પ્રફુલ ત્રિવેદી, એમ. એ. વસાવા,  એન. એમ. જાદવ, ડી. એચ. ચાવડા તથા વોર્ડના એસ. એસ. આઈ. પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા,  એચ. એન. ગોહેલ, પ્રતિક રાણાવસિયા, પ્રશાંત વ્યાસ, ભરત ટાંક, જે.બી.વોરા, જય ચૌહાણ તથા ભુપત સોલંકી ધ્વારા કરવામાં આવેલ હતી.

(3:56 pm IST)