Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

પૂ. ઇન્દુબાઇ મ.સ.નો કાલે છઠ્ઠો વાર્ષિક સ્મૃતિદિનઃગુણાંજલી સમારોહ - દિવ્યજાપ - અમૃત ભોજન યોજાશે

સૌરાષ્ટ્રના સિંહણ તીર્થસ્વરૂપા વચનસિધ્ધીકા :રાષ્ટ્રસંત.પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.નું સાનિધ્ય

  રાજકોટઃ તા.૨, ગો. સંપ્રદાયના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજીની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ દિન નિમિતે ગુરૂવારથી અનેરો તપોસ્તવ-અનુપમ ધર્મોત્સવ, અનેક વૈરાગ્ય પ્રેરક આયોજન ગુરૂ-શુક્ર  યોજાયા છે. અઠ્ઠમતપમાં અનેક લોકોએસમુહ પચ્ચખાણ ગ્રહણ કરેલ.

 તા.૫, ૬ વ્યાખ્યાન ત્રણ સામાયિક તથા જાપ, વૈરાગ્યપ્રેરક આયોજન થયેલ. ધર્મધ્યાનથી નાલંદા તીર્થધામ ધમધમ્યું છે. આ સાથે કાલે તા.૭ને શનિવારના રોજ ભગવાનતુલ્ય પૂ. મોટા સ્વામીનો સ્મૃતિદિન હોવાથી સવારે ૯ થી ૧૨ સુધી ગુણાંજલિ સમારોહ યોજાશે. જેના ૯ વાગે ટોકન પાસ આપી દેવામાં આવશે. ડ્રેસ કોડ વ્હાઇટ એન્ડ વ્હાઇટ છે.

 ત્યારબાદ ૧૨:૧૨ થી ૧૨:૩૯ સુધી '' ઇન્દુબાઇ સ્વામી શરણં મમ'' ના દિવ્યજાપ રહેેશે. આ અવસરે રાષ્ટ્રસંત બા.બ્ર.પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. એવં જશ-ઉતમ-પ્રાણ-સંઘાણી- અજરામર-શ્રમણસંઘના મહાસતીજી વૃંદ પધારશે. ગુણાંજલી સમારોહ તથા જાપ પુર્ણ થયા બાદ અમૃત-ભોજન યોજાશે.

 આ પ્રસંગે દાતાઓ - આગેવાનો- સંઘ પદાધિકારીઓ- મહિલા મંડળ-સેવા મંડળ, જૈન -જૈનેતર સાધકો ખાસ ઉપસ્થિત રહેશે. પૂ. મોટા સ્વામીએ ૧૨:૩૯ કલાકે વિદાય લીધી અને દેવલોકમાં ડંકો દિધો ત્યારે એટલે કે બરાબર ૧૨:૨૦ થી ૧૨:૩૦ સુધી મોટા સ્વામીના તમામ ભકતો ઉભા થઇને '' ઇન્દુબાઇ સ્વામી શરણં મમ''ના  જાપ કરશે. આ પ્રસંગે આગેવાનો, દાતાઓ સંઘો-મહિલા મંડળો જૈન શ્રેષ્ઠીઓ સેવામંડળ, જૈનક્ષરો, અનેક સંસ્થાઓના પદાધિકારીઓ પણ ૧૨:૩૯ કલાકે તીર્થધામમાં હાજરી આપશે.

(3:52 pm IST)