Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

GPSC પાસ કરી રાજકોટની એકતા અજાગીયા કલાસ વન અધિકારી બની

રાજકોટ તા. ૬ : કુ. એકતા અજાગિયા ર૩ વરસની ઉંમરે ગુજરાત સરકારના કલાસ વન અધિકારી જે હવે આસિસ્ટન્ટ કમિશ્નર (જીએસટી) તરીકે ઓળખવામાં આવે છે.તે પદ પર નિમણુંક પામ્યા છે.

રાજકોટના સાવ નાના પરિવારમાંથી આવતા એકતાબેન બે વરસ અગાઉ આર્ટિકલશીપ પૂરી કરીને ચાર્ટડ એકાઉન્ટન્ટ બન્યા ત્યારે તે પણ એક વિક્રમ હતો.

દેવપરા વિસ્તારમાં સામાન્ય મકાનમાં ચાર ભાઇ-બહેન અને માતા-પિતા વસેછે ગયા વરસે એકતાના મોટાભાઇ પિયુષનું ન્યુમેનિક બિમારીથી એકા એક અવસાન થયું. આ દુઃખદ ઘટનાથી એકતા અને તેમના પરિવાર પર આફત આવી પડી.

ભાઇનું સ્વપ્ન હતું કે બહેન એકતાને ગુજરાત સરકારના ઉચ્ચપદે પહોંચે તેવી તેજસ્વીતા સુધી પહોંચાડવી એટલે ભાઇના સ્વર્ગવાસ પછી ભાઇનું સ્વપ્ન પુરૂ કરવા એકતાએદ્રઢ સંકલ્પ કર્યો. ભાઇના શબ્દો સતત તેના મનમાં રમવા લાગ્યા.

ICE ના ડિરેકટર મૌલિક સરનું માર્ગદર્શન એકતા માટે પ્રેરણા સ્ત્રોત બન્યુ. મૌલિક સરના દિશા-દ્રષ્ટિકોણ અને રણનીની મુજબ એકતાએ પુરૂષાર્થની મહેનત કરવાની શરૂઆત અખંડ સાધના કરી GPSC CLASS-II કોમર્શિયલ ટેક્ષ ઓફીસરની પરીક્ષા અવલ્લ્ નંબરે પાસ કરી. ગુજરાત સરકારમાં એકતાબેન અધિકારી તરીકે નિમણુંક પામ્યા.

કુ. એકતા અજાગિયાના પિતા કારખાનામાં નોકરી કરે છે. અને તેમના માતા ઘરે નાના-મોટા ભરતગૂંથણ જેવા કામકાજ કરી પરિવારને ટેકો કરે છે. એક બહેન અનેએક ભાઇ, એકતાથી નાના છે. જેની જવાબદારી એકતાએ પોતાના શીરે ઉત્સાહથી મુશ્કેલી ઉપાડી લીધી છ.ેએકતાએ કલાસ-વન અધિકારી તરીકેની નિમણુંક પામી અન્યો માટે પ્રેરણાનું ઉદાહરણ બની છે.

(3:51 pm IST)