Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

૪૪૪ બોટલ ઇંગ્લીશ દારૂના કેસમાં આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા.૬: અત્રે ૪૪૪ બોટલ અંગ્રેજી દારૂના કેશમાં સુખદેવસિંહ મહીપતસિંહ ઝાલાની આગોતરા જામીન અરજીને સેસન્સ અદાલતે મંજુર કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે તા.૧૨-૬-૨૦૧૮ ના માલવીયાનગર પો.સ્ટે.ના પોલીસ અમલદારોને એવી બાતમી મળેલ કે, ઉદયનગર-૧, શેરી નં.૨૦, શકિત માતાજીના મંદિરના કમ્પાઉન્ડમાં પડેલ લોખંડના થડામાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખવામાં આવેલ છે તેવી બાતમી મળતા પોલીસ અમલદારોએ ઉપરોકત જગ્યાએ સવારે ૪:૦૦ કલાકે રેડ કરેલ અને રેડ વખતે અંધારાનો લાભ લઇ સુખદેવસિંહ મહીપતસિંહ ઝાલા ભાગી ગયેલ અને ઉપરોકત જગ્યાએ લોખંડના પડામાંથી પોલીસ અમલદારોને અંગ્રેજી દારૂની ૭પ૦ એમ.એલ.ની કુલ ૪૪૪ બોટલો મળી આવેલ અને પોલીસે ૪૪૪ બોટલો કબ્જે કરી નાસી જનાર સુખદેવસિંહ ઉર્ફે સુખો મહીપતસિંહ ઝાલા વિરૂધ્ધ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ રજીસ્ટરે લીધેલ.

ત્યારબાદ આ કામના આરોપી સુખદેવસિંહ મહીપતસિંહ ઝાલાએ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી ગુજારેલ જે અનુસંધાને પોલીસ અમલદારોએ કોર્ટમાં વિગતવારનુ સોગંદનામું રજુ રાખેલ. આ કામમાં આરોપીના વકીલશ્રી તુષારભાઇ બસલાણીએ વિગતવાર દલીલ કરેલ. જે દલીલને ધ્યાને લઇ સેસન્સ કોર્ટે આરોપી સુખદેવસિંહ મહીપતસિંહ ઝાલાને રૂ.૨૦,૦૦૦/ નાં આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીના વકીલ તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી તુષાર બસલાણી, મનીષ કોટક, અભય ખખ્ખર, એઝાઝ જુણાચ, કુલદીપસિંહ તોમર, સંજયભાઇ મહેતા, દીપકસિંહ રાઠોડ, અલી અસગર ભારમલ વિગેરે રોકાયેલા હતા.

(3:50 pm IST)