Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અકસ્માતના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા.૬: અકસ્માતના ગુન્હામાં કોર્ટ દ્વારા આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવવામાં આવેલ છે.

આ કેસની ટુંકમા વિગત એવી છે કે, તા.૧૩/૦૪/૨૦૧૧ના રોજ ફરીયાદી-નિલેશભાઇ દેવશીભાઇ અજાણી, મું. ગવરીદડ, તા.જી. રાજકોટવાળાની પુત્રી-માનસીને ફરીયાદીના પત્નિ સંગીતાબેન સ્કુલેથી તેડી આવતાં હોય ત્યારે રસ્તામાં આ કામના આરોપી-ધમેન્દ્રસિંહ ટપુભા જાડેજા, રહે.-રાજકોટવાળાએ પોતાની પાસેનો ટ્રક જી. જે. ૩- એ.ટી. -૪૬૯૨ પુરઝડપે ચલાવી ફરીયાદીના દિકરી-માનસી તેમજ તેજ ગામના રહેવાસી પરબતભાઇ ટોળીયાની પુત્રી-કોમલ કે જે બંનેને હડફેટે લેતાં આ કામના ફરીયાદીની દિકરી-માનસીના પગ ઉપર પાછલુ વ્હીલ પ્રસાર થઇ ગયેલ અને ટ્રક રોડથી નીચે ઉતરી ગયેલ અને કોમલને ડાબા પગના પંજામાં ઇજા થયેલ અને બંનેને મધુરમ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરેલ જે અંગેની કામના ફરીયાદી-નિલેશભાઇ અજાણીએ ફરીયાદ આપેલ હતી.

ઉપરોકત કામમાં પબ્લીક પ્રોસીકયુટર દ્વારા તમામ સાહેદો, પંચો તથા તપાસ કરનાર અધિકારીને તપાસેલ. જે તમામ પુરાવાનું મુલ્યાંકન કરી આરોપીના એડવોકેટશ્રીની દલીલો માન્ય રાખી ટ્રાફીક કોર્ટના જયુડી. મેજી. દ્વારા આ કામના આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી શ્રી શૈલેષગીરી કે. ગોસ્વામી જીનીયશ જે. સુવેરા, ગીરીશપુરી એન. ગોસ્વામી તથા જીતેન એ. ઠાકર, રચિત એમ. અત્રી(આસીસ્ટન્ટ) રોકાયેલ હતા.

(3:50 pm IST)