Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

શકિત સ્કૂલ અને તપસ્વી સ્કૂલમાં ફી વધારો પરત ખેંચાયોઃNSUI -કોંગ્રેસનું હલ્લાબોલ

રાજકોટ : યુવક કોંગ્રેસ, કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા ચાલતુ અભિયાન સ્કૂલ સંચાલકો સામે ચાલી રહેલ છે. તેના ભાગરૂપે આજે શકિતસ્કૂલ અને તપસ્વી સ્કૂલમાં હલ્લાબોલ કરવામાં આવી રહયો છે. બંને સ્કૂલના સંચાલકોએ લેખિત ખાત્રી આપી ફિ વધારો પાછો ખેંચીએ છીએ અને એફઆરસીમાં જોડાય જઇશુ અને વિદ્યાર્થીઓ અને વાલીઓને ન્યાય મળે તેવી માંગ છે. કાર્યક્રમમાં મુકેશભાઇ ચાવડા, રાજદિપસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહિલ, નિતીન ભંડેરી, જયકિશનસિંહ ઝાલા, મુકુંદભાઇ ટાંક, ભરતસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, નિલરાજ ખાચર, વિશુભા જાડેજા, યજ્ઞેશ ભાઇ, આકાશભાઇ પરાગ મકવાણા, બોનિ પટેલ, દર્શીતભાઇ, નિતુ સોલંકી, રાજદિપસિંહ ચુડાસમા,રૂતુરાજસિંહ જાડેજા વગેરે યુવક કોંગ્રસ, એનએસયુઆઇના આગેવાનો જોડાયા હતા.(તસ્વીરઃ અશોક બગથરીયા) (૧.૩૧)

(3:45 pm IST)