Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

રીઢો તસ્કર વિવેક ચૌહાણ અને સાગ્રીત વિક્કી કોળી ૧૦ ચોરાઉ મોબાઇલ-લેપટોપ સાથે પકડાયા

એ-ડિવીઝન પોલીસે જુના બસ સ્ટેશન પાસેથી દબોચ્યાઃ મુળ યુ.પી.નો વિક્કી અગાઉ પણ છાત્રોના રૂમમાંથી ચોરીઓ કરવામાં પકડાયો'તો

રાજકોટ તા. ૬: ઢેબર રોડ જુના બસ સ્ટેશન પાસેથી એ-ડિવીઝન પોલીસે રીઢા તસ્કર મુળ યુ.પી.ના શખ્સને અને તેના મિત્ર કોળી શખ્સને એક ચોરાઉ લેપટોપ અને ૯ ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધા છે. આ ચોરી બંનેએ યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રૂમ ભાડે રાખીને રહેતાં છાત્રોના રૂમોમાંથી છેલ્લા દોઢેક મહિનામાં કરી હોવાનું રટણ કરતાં હોઇ બંનેની વિશેષ પુછતાછ થઇ રહી છે. યુ.પી.નો શખ્સ અગાઉ અનેક વખત આવી ચોરીઓમાં પકડાઇ ચુકયો છે.

એ-ડિવીઝન પોલીસ મથકના કોન્સ. જગદીશભાઇ વાંક અને નરેશભાઇ ઝાલાની બાતમી પરથી જુના બસ સ્ટેશન પાસેથી થેલા સાથે ઉભેલા બે શખ્સ વિવેક વિરેન્દ્રસિંગ ચૌહાણ (ઠાકુર) (ઉ.૩૧-રહે. ભુતખાના ચોક રોયલ કોમ્પલેક્ષના પાર્કિંગમાં, મુળ યુ.પી.) તથા વિક્કી અશોકભાઇ ચાવડા( (કોળી) (ઉ.૨૦-રહે. કોઠારીયા સોલવન્ટ ત્રણ માળીયા કવાર્ટર નં. ૩૦/૩૫૦)ને સકંજામાં લઇ તલાશી લેતાં ૯ મોબાઇલ ફોન અને એક લેપટોપ મળતાં શક પડતી મિલ્કત ગણી કબ્જે કરી બંનેની અટકાયત કરી હતી.થેલામાંથી એપલ-૬, સેમસંગ ગેલેકસી, જીઓની, એમઆઇ, સેમસંગ ગેલેકસી, લાવા, વીવો, મોટોરોલા તથા ન્યુલો કંપનીના ૯ મોબાઇલ ફોન અને એચપી કંપીનીનું એક લેપટોપ મળી કુલ રૂ. ૬૪,૦૦૦નો મુદ્દામાલ મળ્યો છે. વિવેક ઠાકુર ખાસ કરીને વિદ્યાર્થીઓના રૂમમાંથી ફોન-લેપટોપ ચોરીઓ કરવાની ટેવ ધરાવે છે અને અગાઉ અનેક વખત આવી ચોરીમાં પકડાયો છે. દોઢેક મહિના પહેલા જ તે જેલમાંથી છુટ્યો હતો અને ફરીથી સાગ્રીત વિક્કી કોળી સાથે મળી આ ચોરીઓ જુદા-જુદા વિદ્યાર્થીઓના રૂમોમાંથી કરી હોવાનું અને ચોક્કસ જગ્યા પોતાને યાદ નહિ હોવાનું રટણ કરતો હોઇ વિશેષ પુછતાછ થઇ રહી છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ઝોન-૧ કરણરાજ વાઘેલા, એસીપી બી. બી. રાઠોડની સુચના તથા પી.આઇ. બી. પી. સોનારાની રાહબરી હેઠળ એએસઆઇ શિવરાજસિંહ જાડેજા, રામગરભાઇ ગોસાઇ, હેડકોન્સ. ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા, ભાવેશભાઇ વસવેલીયા, ઇન્દ્રસિંહ જાડેજા, કોન્સ. નરેશભાઇ ઝાલા, જગદીશભાઇ વાંક, ક્રિપાલસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર, શૈલેષભાઇ ખીહડીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, કરણભાઇ વિરસોડીયા, ગજેન્દ્રસિંહ રાઠોડ સહિતે આ કામગીરી કરી હતી.

(3:39 pm IST)