Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કારમાં ૩૪ બોટલ દારૂ સાથે નિકળેલ શૈલેષ પટેલને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

રાજકોટઃ પ્રોહીબીશન અંગે અસરકારક કામગીરી ની સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના  પીઆઇ એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.કે.જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ ચુડાસમા, રાજેશભાઇ બાળા તથા રઘુવીરસિંહ વાળાને બાતમી મળેલ કે શૈલેષ વાલજીભાઇ પટેલ (કાંજીયા , રહે. ૪૦૧, સાનિધ્ય એપાટર્ટમેન્ટ, રઘુવીર પાર્ક શેરી નં. ૧, પાટીદાર ચોક પાસે સાધુ વાસવાણી રોડ ) તેની એસેન્ટ કાર નં. જીજે ૦૩ સીઆર ૯૦૧૩ માં દારૂનો જથ્થો લઇ રાજકોટથી મોરબી તરફ જવાનો છે. જે હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી શૈલેષ પટેલને કાર સાથે  ઝડપી લઇ તલાશી લેતા કારમાંથી  ૩૪ બોટલ દારૂ કિંમત ર૪૯૪૦ મળી આવતા કાર સહિત ર, ર૪,૯૪૦નો મુદામાલ કબજે કરી ધરપકડ કરી હતી. ઉપરની તસ્વીરમાં ક્રાઇમ બ્રાન્ચનો કાફલો અને નીચેની તસ્વીરમાં પકડાયેલ કાર, દારૂનો જથ્થો  તથા શૈલેષ પટેલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:39 pm IST)