Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કુંદન હોસ્પિટલમાં મહિલાની સફળ સારવાર કરતા ડો. મનોજ સીડા

રાજકોટ : શહેરની ગાયત્રીનગર મેઇન રોડ ઉપર આવેલી કુંદન હોસ્પિટલમાં મહિલા દર્દી નયનાબેનની સફળ સારવાર.. કરવામાં આવી હતી. નયનાબેન તાવ અને શ્વાસની તકલીફ થતા પ્રાથમિક સારવાર અંગે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા ત્યાં લોહીની તપાસ અને છાતીનો એકસ-રે કરતા ન્યુમોનીયા અથવા સ્વાઇનફલુની અસર જણાવેલ અને દર્દીની પરિસ્થિતિ અતીથી અતિ ગંભીર જણાવેલ. નયનાબેનને ચાર મહિનાનું ગર્ભપેટમાં હોવાથી તેમના સગા-વ્હાલા મુંઝવણમાં મુકાઇ ગયા હતા. ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવારનો ખર્ચ અતી વધારે જણાવેલ જેથી દર્દીને રાજકોટ ગર્વમેન્ટ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યાં સ્વાઇન ફલુનો રીપોર્ટ મોકલાવેલ, જે નેગેટીવ આવ્યો અને દર્દીની હાલત વધારે ગંભીર બનતા તેમના સગાએ ફરીથી પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય લીધો. જેના અનુસંધાને દર્દીને ગાયત્રીનગર મેઇન રોડ ઉપર આવેલી કુંદન હોસ્પિટલમાં સારવાર લેવાનો નિર્ણય લીધો. કુંદન હોસ્પિટલમાં ડો. મનોજ સીડા (ક્રિટીકલ કેર સ્પેશીયાલીસ્ટ) ની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. વેન્ટીલેશન મશીન ઉપર રાખવામાં આવ્યા. ૧૦ દિવસની જહેમત અને ધનીષ્ઠ સારવાર પછી નયનાબેનનો જીવ બચાવી લેવામાં આવ્યો. અને તે ઉપરાંત ગાયનેક ડોકટરનો ઓપીનીયન લેતા બાળક પણ સ્વસ્થ અને તંદુરસ્ત હતું. નયનાબેન તથા તેનો પરિવાર ડો. મનોજ સીડા તથા સ્ટાફ અને કુંદન હોસ્પિટલનો હદયપૂર્વક આભાર વ્યકત કરીએ છીએ. (૧.૩૦)

(3:38 pm IST)