Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સમયની સાથે તાલ મિલાવોઃ ડીજીટલ મીડીયા સમજવા માટે રવિવારે સેમિનાર

સુરતના એકસપર્ટ ભૌતિક શેઠ માર્ગદર્શન આપશેઃ બિઝનેસના વિકાસ માટે ડીજીટલ મિડીયાનો શુ ફાળો હોય શકે એ સંદર્ભના પુસ્તકનું વિમોચન

રાજકોટઃ તા.૬, આગામી તા.૮ને રવિવારે સાંજે ૫ થી ૭:૩૦ સુધી એરપોર્ટ રોડ પરની પેટ્રીયા સ્યુટ્સ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. પિરામીડ પબ્લીકેશન્સ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં  વર્તમાન સમયના સહુથી મોટા અને સહુથી કારગત એવા ડીજીટલ માધ્યમનો ઉપયોગ કઇ રીતે કરીને વ્યવસાયને સફળ બનાવી શકાય તેનુ માર્ગદર્શન સુરતના જાણીતા ડીજીટલ મીડીયાના તજજ્ઞ શ્રી ભૌતિક શેઠ અપાશે.

 એજયુકેશન, હેલ્થ, પારિવારીક પરંપરા વિગેરે વિષયો પરના પાંચ પુસ્તકો કર્યા બાદ  પીરામીડ પબ્લીકેશન્સના શ્રી વિપુલ પરમારના સંકલનના ૬ઠ્ઠા પુસ્તક  સ્વરૂપે 'ટેકનોલોજીને સુસ્વાગતમ'  તૈયાર કરાયું છે. જેનુ વિમોચન પણ કરવામાં આવશે.

 આ સેમિનારમાં શ્રી ભૌતિક શેઠ ભાગ લેનાર લોકોને ડીજીટલ મિડીયાના સબળ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કઇ રીતે એક નાનકડી પેઢીને પણ મોટી કંપનીનું સ્વરૂપ આપી શકાય તેમજ વ્યવસાયના વિકાસને બુલંદ ગતિ આપી શકાય તેમજ વ્યવસાયના વિકાસને બુલંદ ગતિ  આપી શકાય તે માટેનું ઉપયોગી માર્ગદર્શન આપનાર છે. પુસ્તક વિમોચનમાં આત્મિય ઇનસ્ટીટયુટ ઓફ  ટેકનોલોજી એન્ડ સાયન્સના શ્રી નલિનભાઇ ઝવેરી, સ્ટર્લિંગ હોસ્પિટલના શ્રી કમલ પારીખ, ઓલ ઇન્ડિયા રેડીયાના શ્રી સલિમ સોમાણી, દિકરાનું ઘર ઢોલરાના શ્રી મુકેશ દોશી તેમજ નાગરીક બેંકના શ્રી કલ્પતભાઇ મણીયાર ઉપસ્થિત રહેશે.

 કાર્યક્રમમાં  રજીસ્ટ્રેશન માટે (મો.૯૮૯૮૩ ૫૬૫૭૩) ઉપર સંપક કરવો. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિપુલભાઇ પરમાર, જૈવિકભાઇ પાઠક, વિકાસ રાજપોપટ, સંજયભાઇ ગોહેલ, યશ પંચોલી અને ડો. હિતેષ પરમાર જહેમત ઉઠાવી રહયા છે.  (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪૦.૯)

(3:37 pm IST)