Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ખાનગી મેળાઓની તૈયારીઃ જન્માષ્ટમી માટે મેદાનો ભાડે આપવા કોર્પોરેશનના ટેન્ડરો પ્રસિદ્ધ

રાજકોટ, તા. ૬ :. આગામી જન્માષ્ટમીના તહેવારોમાં મ્યુ. કોર્પોરેશનની માલિકીના ખુલ્લા પ્લોટો ભાડે આપવા માટેના ટેન્ડરો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આથી ખાનગી મેળા માટે મેદાન ભાડે રાખનારી સંસ્થાઓમાં દોડધામ મચી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ૩ મેદાનો માટે ટેન્ડરો પ્રસિદ્ધ કર્યા છે. જેમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા સર્કલ પાસેનો ૮૮૦૦ ચો.મી.નો ખુલ્લો પ્લોટ, સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસ સામેનો ૨૪૦૬ ચો.મી.નો પ્લોટ, આનંદનગર કોમ્યુનીટી હોલ પાસે પારડી રોડનો ૬૫૦૦ ચો.મી.નો પ્લોટ આ ત્રણેય પ્લોટ માટે પ્રતિ ચો.મી. રૂ. ૫ના ભાડાની અપસેટ કિંમતથી ટેન્ડરો પ્રસિદ્ધ કરાયા છે.(૨-૨૩)

 

(3:36 pm IST)