Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

જીયા અને જેનિલ ડાંગરે વેસ્ટમાંથી બેસ્ટ સર્જન કરી મનાવ્યો પપ્પાનો જન્મ દિવસ

રાજકોટ : નાનાબાપુ રાજુભાઇ બોરીચા (પુર્વ કોર્પોરેટર)ની દોહીત્રી જીયા અને દોહીત્ર જેનિલ ડાંગરે તેમના પપ્પા દિનેશભાઇને જન્મ દિવસની શુભેચ્છા આપવા કઇક નવુ કરવા વિચાર્યુ. ઘરે જ કેક બનાવી ઉપરાંત વેસ્ટમાંથી બેસ્ટ સર્જન કરવા જુના છાપા, જુની કંકોત્રી, જુના પેકીંગ બોકસ અને વોટર કલરનો ઉપયોગ કરી આખા રૂમને નવો શણગાર સજી દીધો. શુભેચ્છા કાર્ડ પણ વેસ્ટમાંથી બેસ્ટની કલા દ્વારા તૈયાર કર્યુ. આ રીતે બાળકોએ આપેલી સરપ્રાઇઝ દિનેશભાઇ ડાંગર માટે અવિસ્મરણીય બની રહી.

(3:29 pm IST)